લોભામણી લાલચમાં રૂ. 45676 ગુમાવ્યા
સાયલાના આંબેડકર નગર વિસ્તારમાં રહેતા અને હોમગાર્ડમાં ફરજ બજાવતા ભાવેશભાઇ ત્રીકમભાઇ અઘારાને ગત તા.9મી ડીસેમ્બરે બે અલગ અલગ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. સામા છેડેથી વાત કરતા શખ્સ દ્વારા તમારા વીમાના પૈસા ક્રેડીટ કાર્ડમાંથી કપાવાના છે. તે ના કપાવવા હોય તો હું કહું તેમ કરો કહ્યું હતું. ગઠીયા દ્વારા શેનમાં કરાયેલી લોભામણી વાતોને લઇ ભાવેશભાઇ દ્વારા પોતાનામોબાઇલમાં આવેલ ઓટીપી મોકલ્યા બાદ રહી રહીને માન થયેલ કે તેમની સાથે કદાચ ઓનલાઇન છેતરપીંડી કરવામાં આવી છે.
તે બાબતે તેઓ ચિંતિત થઇ ગયા હતા. બીજા દિવસે સ્ટેટ બેંક ઓફ ઈંડિયામાં તપાસ કરતા તેમના ખાતામાંથી ફ્ક્ત ચાર મીનીટના ટુંકા ગાળામાં ત્રણ ટ્રાન્ઝેકશન દ્વારા રૂ.45,676 જેટલી રકમ કોઇએ ઉપાડી લીધાની જાણ થતા તેઓએ સબંધિત જગ્યાઓ પર આ બાબતે જાણ કરી હતી. પરંતુ આજદિન સુધી પોતાના પૈસા પાછા નહીં આવતા તેમના દ્વારા શકાય છે.
ગમે તેને ઓટીપી આપતા નહીં
અજાણ્યા નંબરો પરથી કોલ કરનાર સાયબર ગઠીયાઓ વિરુદ્ધ ફરીયાદ દાખલ કરાઇ છે. ઓનલાઇન છેતરપીંડી કરનાર તત્વો દ્વારા વિવિધ તરકીબો અજમાવી લોકોને ફ્રેનમાં ભોળવી, લલચાવી કરાતી ઠગબાજીનો ભોગ દરરોજ સેંકડો લોકો બનીને પોતાની બચત ગુમાવી રહ્યા છે,