રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ખેડવ્યા બાદ 70 રન ફટકાર્યા: અક્ષર પટેલ અને મોહમદ સિરાજ ક્રિઝ પર: ભારતને 214 રનની મહત્વપૂર્ણ લીડ
નાગપુર ખાતે રમાય રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે આજે ટીમ ઇન્ડીયા એ ઓસ્ટ્રેલીયા પર મજબૂત પકડ મેળવી લીધી છે. રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટો ઝડપ્યા બાદ 70 રનની મહત્વપૂર્ણ ઇનીંગ રમી હતી. અક્ષર પટેલ અને મોહમદ સામી હાલ ક્રિઝ પર છે ભારતે 214 રનની મહત્વપૂર્ણ લીડ હાંસલ કરી લીધી છે.
નાગપુર ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયાના સુકાનીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. રવિન્દ્ર જાડેજા અને રવિ ચંન્દ્રન અશ્ર્વિનની ફિરકી સામે ઓસ્ટ્રેલીયાની ટીમ ટેસ્ટના પ્રથમ દિવસે જ માત્ર 177 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. પ્રથમ દિવસે ભારતે 1 વિકેટના ભોગે 77 રન બનાવી મેચ પર પકડ મેળવી લીધી હતી. ગઇકાલે બીજા દિવસે સુકાની રોહિત શર્માની શાનદાર સદી તથા રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલની અર્ધી સદીની મદદથી ભારત. 144 રનની લીડ મેળવી લીધી હતી.
આજે ત્રીજા દિવસની રમતના આરંભે ભારતે રવિન્દ્ર જાડેજાની વિકેટ ગુમાવી હતી જાડેજાએ 70 રન બનાવ્યા હતા. આઠમી વિકેટ માટે અક્ષર અને રવિન્દ્ર વચ્ચે 88 રનની પાર્ટનર શીપ નોંધાય હતી.આ લખાય રહ્યું છે ત્યારે અક્ષર પટેલ 63 રન અને મોહમદ સામી 17 રન સાથે રમતમાં છે ભારત પાસે 176 રનની લીડ છે. હજી મેચના અઢી દિવસથી વધુની રમત બાકી છે. ભારત પાસે તોતીંગ લીડ હોય પ્રથમ ટેસ્ટમાં ભારત મજબૂત સ્થિતિમાં આપી ગયું છે.
રોહિતે સર્જ્યો રેકોર્ડ: ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે નાગપુર ટેસ્ટમાં સદી ફટકારી છે. રોહિત શર્માએ કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે. આવું કરનાર તે ભારતનો પ્રથમ કેપ્ટન છે. વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ આ કારનામું કરી શક્યા નથી.
2017માં, રોહિતે પ્રથમ વખત ઓડીઆઈ અને ટી20માં કેપ્ટનશીપ કરી. પોતાની ડેબ્યૂ સિરીઝમાં તેણે શ્રીલંકા સામે વનડેમાં 208 રન બનાવ્યા હતા. આ જ પ્રવાસની ટી20 મેચમાં રોહિતે બેટથી 118 રનની ઇનિંગ રમી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત પહેલા માત્ર ત્રણ કેપ્ટન જ આવું કરી શક્યા છે. જેમાં શ્રીલંકાના તિલકરત્ને દિલશાન, દક્ષિણ આફ્રિકાના ફાફ ડુ પ્લેસિસ અને પાકિસ્તાનના બાબર આઝમનો સમાવેશ થાય છે. હવે તેમાં રોહિત શર્માનું નામ પણ સામેલ થઈ ગયું છે.