ફેબ્રુઆરી મહિનોએ પ્રેમનો મહિનો પણ ગણાય છે. આ મહિનામાં વેલેનટાઈન વિક ઉજવામાં આવે છે જેમાં ૫મો દિવસ પ્રોમિસ ડે છે. પ્રોમિસ એટલે વચન, કમીટમેન્ટ…….. ખાસ કરીને કપલ આ દિવસે એક બીજાને પ્રેમ માટેના વચનો આપે છે. પ્રેમ એટલે માત્ર થોડા સમય સુધી સાથ દેવો એમ નઈ પરંતુ જિંદગીના અંતિમ શ્વાસ સુધી એક બીજા સાથે રેહવું એક બીજાની સાથે રેહવું માટે આ ખાસ પ્રોમિસ ડે ઉજવામાં આવે છે.
આ દિવસે કપલ ખાસ કરીને એક બીજાને વચન આપે છે જેમાં તેવો દરેક પરીશ્તીથી એક બીજાની સાથે રેહવું. પ્રોમિસ એ તમારા સંબધને વધારે મજબુત અને સ્ટ્રોંગ બનાવે છે કારણકે પ્રોમિસની સાથે વિશ્વાસની પણ હાજરી જોવા મળે છે. અને વિશ્વાસએ કોઈ પણ સંબધની નીવ હોય છે. જેમાં તમારા સાથીને વિશ્વાસ આવી જાય છે કે કોઈ પણ પરીશ્તીથી માં તમે એમની સાથે રેહશો.
આ દિવસને લોકો અલગ અલગ રીતે ઉજવણી કરે છે જેમકે ઘણા લોકો સ્વીટ કાર્ડ આપે તો ઘણા પ્રોમીસ રીંગ આપે છે જે તમને તમારા વચન વિશે યાદ અપાવે છે અને સાથે જ એ તમારા વિશ્વાસનું પ્રતિક છે પ્રેમનું પ્રતિક છે સાથે અન્ય ઘણી રીતે પણ તમે પ્રોમિસ ડે ઉજવી શકો
પ્રોમિસ ડે તમને તક આપે છે તમારા સંબધને વધારે મજબુત બનવા માટે તક આપે છે તમારા સંબધની વિશ્વાસ સાથે શરૂવાત કરવા માટે …તો આજે જ આ પ્રોમિસ ડે તમે પણ આજીવન સાથ આપવાનું વચન આપી એક નવી શરૂવાત કરો