ગઠિયાએ કંપનીના એકાઉન્ટમાં ફોન નંબર બદલવા બેંકમાં અરજી આપી હતી
ગાંધીધામ અને વડોદરાની કંપનીના બેંક એકાઉન્ટમાં પણ ફ્રોડનો યોજના બનાવી હોવાની આપી કબૂલાત
મેટોડા જીઆઇડીસીમાં આવેલી જ્યોતિ સીએનસી કંપનીના બેન્ક એકાઉન્ટમાં એકાઉન્ટ ના નંબર બદલાવી તેની સાથે છેતરપિંડી કરે તે પહેલા દિલ્હીના ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સે કંપનીના ડાયરેક્ટર બોગસ સહી કરી બેંકમાં નંબર બદલાવવા માટેની અરજી મોકલાવી દીધી હતી. પોલીસે આ દિલ્હીના શખ્સની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેને ગાંધીધામ અને વડોદરાની કંપનીના બેન્ક એકાઉન્ટમાં પણ નંબર બદલાવવા માટેની યોજના બનાવી હતી.
જ્યોતિ સીએનસી કંપની સાથે રોડ કરે તે પહેલા પોલીસે દિલ્હીના વિવેક ઉર્ફે અરુણ સુનીલ સભરવાલ નામના શખ્સની ધરપકડ કરી છે.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી વિવેકનો ઈરાદો જ્યોતિ સીએનસી કંપનીના કેશ ક્રેડીટ એકાઉન્ટનાં મોબાઈલ નંબર બદલાવી નાખી તે એકાઉન્ટનો સંપૂર્ણ હવાલો પોતાના હસ્તક લઈ કરોડોની રકમ ઉસેડવાનો હતો. પરંતુ તેમાં તે નિષ્ફળ નિવડયો હતો. કંપનીના અધિકારીઓએ ભકિતનગર પોલીસમાં જાણ કરતા આરોપી સમીર સલીમભાઈ ચાનીયા (રહે. અંકુર સોસાયટી શેરી નં-4)ની ધરપકડ કરવામાં આવી હતી. જેણે પોતાને બનાવટી દસ્તાવેજો અરૂણકુમારે આપ્યાનું જણાવતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી.
આ માટે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વાય.બી.જાડેજા અને ભકિતનગરના પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયાની આગેવાનીમાં જુદી જુદી ટીમો રચવામાં આવી હતી. શરૂઆતમાં આરોપી વિવેક ઉર્ફે અરૂણ કચ્છમાં હોવાની માહિતી મળતા પોલીસની એક ટીમ ત્યાં ગઈ હતી. પરંતુ તે પહેલા તે ભાગીને વડોદરા પહોંચ્યો હતો. આખરે ભક્તિનગરની ટીમે વર્ણન અને સીસીટીવીમાં દેખાયેલી તેની ચાલના આધારે ઓળખી લઈ વડોદરાથી ઝડપી લીધો હતો. તપાસમાં એવું બહાર આવ્યું છે કે આરોપી વિવેક ઉર્ફે અરૂણ મુળ દિલ્હીનો રહેવાસી છે.
ધો.12 સુધી અંગ્રેજી મીડીયમમાં અભ્યાસ કર્યો છે. જેથી હિન્દી અને અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવે છે. દોઢ વર્ષ પહેલા તેણે જ્યોતિ સીએનસી કંપનીમાં બેંક કર્મચારી તરીકે ફોન કરી કેવાયસી અપડેટ કરવાના બહાને કંપનીનો લેટરપેડ, જીએસટી ફોર્મ અને ડાયરેકટરોના સેલ્ફ અટેસ્ટેડ કરેલા આધાર પુરાવા ઈમેઈલમાં મેળવી લીધા હતા. તેના આધારે તે કંપનીના યુનિયન બેંકના ખાતાનો મોબાઈલ ફોન બદલવા માટે અરજી કરી ફ્રોડ કરવાનો હતો.
પરંતુ તે પહેલા જ તે આ જ રીતના ફ્રોડના ગુનામાં મુંબઈ પોલીસના હાથે પકડાઈ ગયો હતો. જેમાં 11 માસ જેલની હવા ખાઈ છુટયો હતો.આરોપી વિવેક ઉર્ફે અરૂણે ગાંધીધામમાં આવેલી પેસીફીક મરીનર્સ કંપનીના બેંક એકાઉન્ટમાંથી પણ ફ્રોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં નિષ્ફળ રહ્યો હતો. બાદમાં તેણે વડોદરાની વી.એન.ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીના બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ કઢાવ્યું હતું. જેમાં ઓછી રકમ હોવાથી ફ્રોડ કર્યું ન હતું.