વાંકાનેરના ઢુવા ચોકડી ખાતે એક કપડાના વેપારીએ અગાઉ ખરીદેલ કપડાના દેવાના નીકળતા પૈસા ન ચુકવતા ચાર શખ્સોએ તેની દુકાનમાં ઘુસી વેપારીને માર માર્યો હતો.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં ઢુવા,ભવાની ચેમ્બર-1 ઉપર રૂમમાં ભાડેથી રહેતા અને ઢુવા ચોકડી ખાતે જય અંબે સીલેક્શન નામની દુકાન ચલાવતા ગીરીષભાઇ મેઘરાજભાઇ મોહીનાણીએ દીપકભાઇ સતવારા નામના અન્ય વેપારી પાસેથી અગાઉ કપડાનો માલ ખરીદેલ હોય જેના રૂ.40,000/- આપવાના બાકી નીકળતા હોય જે રૂપીયા ફરીયાદીએ આપેલ ન હોય તેના મનદુખના કારણે રૂપીયા લેવા માટે દીપકભાઇ સતવારા તેની સાથે દીપેશભાઇ સતવારા, દશરથભાઇ સતવારા તથા એક અજાણ્યા શખ્સ સાથે ફરીયાદી વેપારીની દુકાનમાં આવી પહોંચ્યા હતા. અને વેપારીની દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશી ફરીયાદીને અપશબ્દો ભાંડ્યા હતા.
તેમજ ઢીકા પાટુનો મુંઢ માર મારી ચારેય આરોપીઓએ ફરીયાદી તથા તેની સાથે રહેલ મોહન પ્રકાશ રજકને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. જેને લઈ સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.