વિશ્વના અનેક દેશોએ પાકિસ્તાનને સહાય બંધ કરતા જ અર્થવ્યવસ્થા ડામાડોળ થઇ ગઈ, નાદારીની ખાઈ તરફ દેશની આગેકૂચ

રાજકીય અરાજકતા અને બગડતી સુરક્ષા પરિસ્થિતિ વચ્ચે ચલણમાં ઘટાડો, વધતી જતો ફુગાવો, ચુકવણી સંતુલન, ઘટતા ફોરેક્સ રિઝર્વ સાથે રોકડની તંગી આ બધી સમસ્યાઓથી પાકિસ્તાન પીડાઈ રહ્યું છે.

પાકિસ્તાનમાં કાયમ રાજકિય અસ્થિરતાની અસર જોવા મળી છે. બીજી તરફ પાકિસ્તાનમાં આર્મીનું પ્રભુત્વ પણ જોખમકારક રહ્યું છે.એટલે પાકિસ્તામાં એક પછી એક સંકટ આવતા રહ્યા છે ચલણનું ઝડપી અવમૂલ્યન અને પાકિસ્તાનના વિદેશી હૂંડિયામણના ભંડારમાં વિક્રમી ઘટાડાએ એવી અટકળોને વેગ આપ્યો છે કે દેશ દેવાની ચુકવણીમાં ડિફોલ્ટ તરફ આગળ વધી રહ્યો છે. પાકિસ્તાન પણ ગયા ઉનાળાના વિનાશક પૂરના પરિણામે સંઘર્ષ કરી રહ્યું છે જેના કારણે 40 બિલિયન ડોલર સુધીનું નુકસાન થયું હતું.  આનાથી સરકાર માટે ગેસ અને વીજળીના ભાવમાં વધારો અને નવા કર સહિત આઈએમએફની કેટલીક શરતોનું પાલન કરવું મુશ્કેલ બન્યું.

અહેવાલ મુજબ, પાકિસ્તાનની રાજકીય, આર્થિક અને પર્યાવરણીય કટોકટી પરસ્પર પ્રબળ બની રહી છે. વાર્ષિક ફુગાવો જાન્યુઆરીમાં 27.6% પર પહોંચ્યો હતો, જે 1975 પછીનું સર્વોચ્ચ સ્તર છે. રૂપિયો તૂટી રહ્યો છે અને વિદેશી હૂંડિયામણની અનામતો ઘટી રહી છે.

પાકિસ્તાન સ્થિત ડોન અખબારે અહેવાલ આપ્યો છે કે, પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પુરવઠામાં ઘટાડો થવાને કારણે ઓટોમોબાઈલ અને મોટરસાઈકલોની લાંબી કતારો ફિલિંગ સ્ટેશનો પર જોવા મળી હતી.

પેટ્રોલ ડીલરોના જણાવ્યા અનુસાર, આયાત માટે ખાનગી બેંકો દ્વારા લેટર્સ ઓફ ક્રેડિટ જારી કરવામાં લાંબા વિલંબને કારણે કંપનીઓએ પ્રાંતમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો પુરવઠો ઘટાડ્યો છે.

પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકે ગયા વર્ષે ડિસેમ્બરમાં જ્યારે તેની અનામતો 5 બિલિયન ડોલરથી નીચે આવી ગઈ હતી ત્યારે જ આયાત લેટર ઑફ ક્રેડિટ ખોલવાની મંજૂરી આપવાનો નીતિગત નિર્ણય લીધો હતો. પાકિસ્તાનમાં અત્યારની સ્થિતિ એવી છે કે ખાદ્ય પદાર્થોના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. જેથી ગરીબો માટે ત્યાં જીવવું પણ મુશ્કેલ બની ગયું છે.

અત્યાર સુધી પાકિસ્તાન વિશ્વના અન્ય દેશોની મદદથી જ ચાલી રહ્યું હતું. પાકિસ્તાન છેક સુધી બીજાના ભરોસે ચાલ્યું છે. જેવી વિશ્વમાંથી મળતી મદદ બંધ થઈ છે. પાકિસ્તાનની હાલત અંદરથી ખોખલી થઇ રહી છે. હવે સરકાર માટે દેશ ચલાવવો પણ મુશ્કેલ બની ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.