રાજકોટ મહાનગરપાલિકા વેરા વસુલાત શાખા દ્રારા રીકવરી ઝુંબેશ અંતર્ગત આજે સેન્ટ્રલ ઝોનમાં 11 મિલ્કતોને સીલ કરાય હતી. 12 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપવામાં આવી હતી. રૂ.31.41 લાખની રિકવરી
થવા પામી છે.વેસ્ટ ઝોનમાં 9 મિલ્કતોને સીલ કરાય હતી. 18વમિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપાય હતી.
રૂ.28.19 લાખની રિકવરી થઈ હતી. ઇસ્ટ ઝોનમાં 10 મિલ્કતોને સીલ મરાયા હતા. 16 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ અપાય હતી. રૂ.22.09 લાખ રિકવરી થઈ હતી.વેરા-વસુલાત શાખા દ્વારા કુલ 30 મિલ્કતોને સીલ કરેલ તથા 56 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ અપાય હતી. રૂ.1.20 કરોડ રીકવરી થઈ હતી.
આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી,મયુર ખીમસુરીયા,વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટર દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.