સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે કેન્દ્ર સ્થાન પર રહેલી રાજકોટ પીડિયુ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કોલેજ પાછળ એકાએક આગ લાગતા ફાયર વિભાગના જવાનો તાબડતોડ દોડી આવ્યા હતા. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યા બાદ અધિકારીઓએ મોકડ્રિલ જાહેર કરતા મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
મોકડ્રિલ જાહેર થતાં મેડિકલ સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટીમાં રાહત: તબીબી અધિક્ષક સહિતનો કાફલો દોડી આવ્યો
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સિવિલ હોસ્પિટલના પ્રાંગણ મેડિકલ કોલેજ પાસે એકાએક આગ લાગી એના સમાચાર મળતાની સાથે જ ફાયર વિભાગના જવાનો દોડી આવ્યા હતા. ત્યાર બાદ પાણીનો મારો ચલાવી ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ઇન્ચાર્જ સિવિલ સર્જન ડો.એસ.પી.રાઠોડ સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.
આખરે અધિકારીઓએ ઘટનાને પગલે મોકડ્રિલ જાહેર કરતા રાહતનો શ્વાસ લીધો હતો. તો બીજી તરફ હર મહિનાની ૭મી તારીખે આ રીતે જ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્ અને સિવિલના સ્ટાફને આ રીતે ફાયર સેફ્ટી વિશે જાણકારી આપવામાં આવે છે. આ સાથે આવી રીતે મોકડ્રિલ યોજી સિવિલ તંત્રને ફાયર સેફ્ટી વિશે માહિતગાર કરવામાં આવશે.