આપણાં સુખનો આધાર આપણા વિચારોની ગુણવત્તા ઉપર છે: જુના લોકો ભાવુક હતા એટલે તે સંબંધ સંભાળતા હતા: જીવનમાં સ્વભાવ સફરજન જેવો રાખવો, સાજા લોકો ખાઇ શકે અને માંદા પણ ખાઇ શકે
ઉતાવળ ધીરજથી કરવી, અને ક્રોધ શાંતિથી કરવો આ બે સફળતાના મંત્રો હમેશા યાદ રાખવા: પૃથ્વી પરનો માણસ માત્ર એના સંબંધોને આધારે જીવે છે: એકબીજા પ્રત્યે કંઇક કરી છૂટવાની ભાવનાને સાચો સંબંધ કહેવાય છે
માનવ જીવનમાં સંબંધનું બહુ જ મહત્વ છે. પરિવારમાં સગાસ્નેહી, મિત્ર વર્તુળ સાથે પાડોશીનો સંબંધ સંસાર યાત્રામાં મહામૂલો છે. તમારો સ્વભાવ પણ સંબંધ વિકસાવવામાં મદદરુપ થતો હોય એ હમેંશા સારો રાખવો જરુરી છે. જુના લોકો ભાવુક હતા તેથી તે સંબંધને ગમે તે ભોગે સંભાળતા હતા. આજના તકવાદી કે સ્વાાર્થના જમાનામાં લોકોને સંબંધની સાચી વેલ્યુની ખબર જ નથી પડતી. સોશિયલ મીડિયામાં ગમે તેટલા ફ્રેન્ડલ કે ગ્રુપ હોય ખરે ટાણે કોઇ મદદ કરતું નથી. આજે બધા જ સ્વીકારે છે કે લોકો સંબંધનો ફાયદો ઉઠાવે છે. કેટલાક તો ફાયદા માટે જ સંબંધ વિકસાવે છે. સારા દેખાવ માટે ન જીવો, પણ સારા બનવા માટે જીવો એ જ જીવનની સાર્થકતા ગણાશે.
સંબંધ તો આકાશ જેટલો વિશાળ છે. તમારૂ થોડું હાસ્ય કોઇકના જીવનમાં ખુશીયા લાવી શકે છે. નાના બાળક નિર્દોષતા સાથે ઓળખાણ વગર હાસ્ય વેરે ત્યારે ધરતી પર સ્વર્ગ ખડુ થાય છે. સમજણ આવે પછી બાળક પણ તરુણ કિશોર કે યુવા બનતા તેનામાં પણ સ્વાર્થ વૃત્તિ આવી જવાથી તે પણ મા-બાપ કે પરિવારનું અનુકરણ કરે છે. ર1મી સદીમાં બાળકોને જીવન મૂલ્યો આધારીત તેનો વિકસા કરવો તે દરે મા-બાપની ફરજ છે. દેશો પણ પાડોશી દેશો સાથે સંબંધ વિકસાવે છે, જયારે આપણે પાડોશ કે સગાભાઇ સાથે બોલતા નથી.
આજે આપણે શ્રીમંત ગરીબના વિભાગો પાડીને પણ એકબીજાથી દુર થતાં જાય છે. નાનુ બાળક આવો ભેદભાવ કયારેય આવતો નથી. દરેકે નાનકડા બાળક પાસેથ પણ ઘણું શીખવાની જરુર છે. વર્ષો પહેલાની આપણી કુટુંબ વ્યવસ્થામાં સંયુકત કુટુંબ પ્રથામાં સંબંધો સોળે કલાએ ખીલ્યા હતા. પરિવારમાં કોઇ નબળો ભાઇ સબળા ભાઇઓનાં લોહીના સંબંધોએ જીવન પૂર્ણ કરી જતો હતો. સંબંધો સમોવડીયા સાથે જ હોય એ જરુરી છે પણ નાના કે મોટા વચ્ચે પણ એક શ્રેષ્ઠ નિસ્વાર્થ સંબંધોની ગાંઠ હોય છે. આપણાં સ્વભાવ, ગેર સમજણ કે કોઇની વાતોમાં આવીને આપણે સંબંધ બગાડીએ છીએ પછી સાચી વસ્તુની ખબર પડે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે.
વિચાર ભેદ હોય શકે પણ મન ભેદ ન હોય ત્યાં સંબંધો ટકી જતા હોય છે. સંબંધોની માવજત જરુરી હોય છે એકબીજાની સહનશકિત અને સમજદારી જ તેને વધુ ઘટ્ટ કરે છે. કોઇ સલાહ આપે એનો મતલબ એ નથી કે તે સમજદાર છે. માણસ તેના અનુભવોથી માણસને વધુ ઓળખતો થાય છે. માણસે માણસ પાસેથી શીખવવાનું છે પણ શરત એટલી કે માણસ માણસ બની જીવે તે એક અગત્યની બાબત છે.
પક્ષીઓ કયારેય બાળકોના ભવિષ્ય માટે માળો બનાવીને નથી રાખતા, તે ફકત તેના બચ્ચાને ઉડવાની કળા શીખવે છે. માનવી પોતાના સમગ્ર્ર જીવન દરમ્યાન પોતાના સ્વભાવ કે જીદ કે સ્વાર્થ વૃત્તિને કારણે હેરાન થાય છે. સારા સંબંધો જીવનમાં કયારેય એકલવા આવવા જ નથી દેતી. સંબંધો બગડે ત્યારે જ માનવ જીવનમાં એકલતા આવે છે. પરિવારમાં સંબંધોનું બહુ જ મહત્વ છે ત્યારે તેને જાળવવો સૌની વિશેષ જવાબદારી છે.
સંબંધના દાયરામાં મા-બાપ, પતિ-પત્ની, પુત્રો-પુત્રી કે નજીકનાં તમામ સગા આવી શકે છે. મા-બાપ વચ્ચેના ઝગડા કે ગેરસમજણ તો પરિવારને છિન્નભીન્ન કરી નાંખે છે. આજના યુગમાં છૂટાછેડાના વધતા બનાવોમાં આવા સબંધોની ગેરસમજણ કે સહનશીલતાનો અભાવ જોવા મળે છે. મોટાભાગના ઉમરમાં મોટા થયા હોય પણ સંબંધો વિકસાવવામાં નિષ્ફળ ગયા હોય છે. ઘણી વાર આપણે પણ વિચારતા હોય કે આપણો પણ સમય આવશે પણ છેલ્લે તો આપણે આપણાં ભૂતકાળના દિવસોને જ સારો સમય ગણાવીએ છીએ.
આપણાની સામે કયારેય આપણે સચ્ચાઇ સાબિત કરવાની ન હોય, એ સંબંધો જ ખોટા ખરાબ માણસ પણ સારા સંબંધો નિભાવી જાણતો હોય છે. સંબંધોમાં પ્રેમ, હુંફ, લાગણી ને સધિયારો ભળે ત્યારે જ તેમાં વસંતોત્સવનો આનંદ ભળે છે. અંધારાને દૂર કરવાની મહેનત કરવા કરતાં સૌએ એક સંબંધનો દિવો પ્રગટાવીને બધાના ભલા માટે આગળ આવવાની જરુરી છે.
સંબંધ ડેવલપ કરવા ઘણું ઘ્યાન રાખવું પડે છે. કોઇ માણસ હ્રદયથી વાત કરતો હોય ત્યાર તમારે તમારુ મગજ લગાવવાની જરુર જ નથી હોતી પણ બધા અહિં જ ભૂલ કરે છે તેથી સંબંધો તુટે છે. કોઇ માણસ તૈયાર હોય અને તે તમારી સાથે મગજ ચલાવીને વાત કરે ત્યારે તમારે હ્રદય સભર ન જ થવું એ એટલું જ સત્ય છે. મિત્રતા અને સંબંધ તો એકબીજા માટે મદદરુપ થવાની પવિત્ર ભાવના જ છે તેમાં કયારેય લાભની વાત ન આવે, સુખ કરતા જે દુ:ખમાં તમારી સાથે ઉભો રહે તે તે જ સાચો સંબધી, સગા-સંબંધી આપણે એટલે કહીએ છીએ.
આજની મતલબી દુનિયામાં લોકો સબંધંને વાપરે છે. સંબંધી એ કરેલી મદદ એ ઋણ છે તેને કયારેય ભૂલશો નહી. કેટલાક તો તમારુ જ ખાઇને તમારું જ ખોદતા હોય છે. ઘણા લોકો તમારી આસપાસ કે પરિવારમાં હોય તેને બધા કહેતા હોય કે તે ‘સંબંધ’ રાખવા જેવો માણસ છે. જીવનમાં કયારેય કોઇ સાથે છળકપટ કરશો નહી. સંબંધ વિકસાવીને દગો આપવો નહી. આજે તો આ યુગમાં નજીક ના જ સંબંધો તમને હેરાન કરતા જોવા મળે છે. સાચા લોકો હોય તેની પરિક્ષા ન લેવી. ઇશ્ર્વર અને ભકત વચ્ચે પણ અતુટ સંબંધો જ મોક્ષ માર્ગ અપાવે છે.સફળ જીવનના બે મંત્રો હમેશા યાદ રાખવા જેવા છે જેમાં ઉતાવળ ધીરજથી કરવી, અને ક્રોધ શાંતિથી કરવો. પૃથ્વી પર નો માણસ માત્ર એના સંબંધોને આધારે જીવે છે. અભણ, શ્રીમંત, લુચ્ચો, ભોળો, લાગણી શીલ કુે પ્રેકધટીકલ કે સમાર્ટ બધાને પોતાના સંબંધો હોય છે. અપેક્ષા વગરના સંબંધો આખા જીવન ભર ટકી રહે છે. આજના યુગમાં સંબંધની એકપણ સ્પષ્ટ વ્યાખ્યા મળવી મુશ્કેલ છે. જીવનના ખાલીપાને દુર કરવામાં ‘સંબંધ’ જ રામબાણ ઇલાજ છે. કોઇપણ સંબંધ જયારે આપણી સાથે હોય ત્યારે તેનું મુલ્ય સમજાતું નથી, એ જયારે તૂટે છે ત્યારે જ તેની સાચી કિંમત આપણને ખબર પડે છે. એકબીજા પ્રત્યે કંઇક કરી છુટવાની ભાવનાને જ સાચો સંબંધ કહેવાય છે.
સંબંધોના રસાયણોમાં હજારો કિલોમીટર ઓગળી જાય
અંગત સંબંધોમાં કયારેય સમીકરણો માંડવાના ના હોય, એક બીજાના સહવાસમાં જ સઘળું ઉકેલાય જાય છે. મૈત્રીનું કે સંબંધોનું એવું રસાયણ છે જેમાં સંસાર યાત્રાના હજારો કિલોમીટર ઓગળી જાય છે. સઁબંધો માં તિરાહ કે ગાંઠ પડી જાય તો તેને ખોલવા કે સાંધવામાં બન્નેની સમજદારી છે. સંબંધ એ જીવનનું સપ્ત સુર મય સંગીત છે જેમાં સુરતાલમાં ગડબડ થાય તો જીવન બેસુરુ બની જાય છે. દરેક માનવી પોતાની જીવન યાત્રા દરમ્યાન કોઇને કોઇ પ્રકારના સંબંધથી જોડાયેલા હોય છે. એક બીજા વગર જીવી ન શકનાર જેવા પ્રેમ સંબંધો પણ હોય છે. જીવનની ઢળતી સંઘ્યાએ એકબીજાના પ્રેમ હુંફ અને લાગણીના સંબંધો શુઘ્ધ સોના જેવો પ્રેમ વરસાવે છે. આજે વ્યવસાયિક સંબંધો, મતલબી સંબંધો, ઋણાનુ બંધ કે કુદરતે નકકી કરેલા સંબંધો હોય છે. પૂર્વ ગ્રહ યુકત રિલેશન અને ઘણાતો વેરનીવસુલાત પુરતા પણ સંબંધો જોવા મળે છે.”કોઇપણ સંબંધ જયારે અલ્પ વિરામ માંગે ત્યારે,જબરદસ્તી કરવા કરતાં તેને વિરામ આપી