ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઓવર બ્રીજ અને અન્ડર બ્રીજ બનાવવામાં આવી રહ્યા છે. છ બ્રિજને લોકાર્પણ બાદ હજી સુધી નામ આપવામાં આવ્યું નથી. દરમિયાન આજે મેયર ડો. પ્રદિપ ડવે એવી જાહેરાત કરી હતી કે, આગામી દિવસોમાં તમામ બ્રિજને નામ આપી દેવામાં આવશે.

અલગ-અલગ સાત બ્રિજનું નામકરણ કરવાનું બાકી હોય ટૂંક સમયમાં તમામને નામ આપી દેવામાં આવશે

કોર્પોરેશન દ્વારા ગોંડલ રોડ પર બનાવવામાં આવેલ બ્રિજને સ્વામી વિવેકાનંદ બ્રિજ, ઇન્દ્રીરા સર્કલ અને કે.કે.વી. ચોક બ્રિજને સ્વ. ચીમનભાઇ શુકલ, રૈયા ચોકડી બ્રિજને શહીર બ્રીજ, લક્ષ્મીવાડી બ્રિજને સી.એસ.ડી. બીપીન રાવલ બ્રીજ નામ આપવામા આવ્યં છે. જયારે રેલનગર, આમ્રપાલી, સિવીલ હોસ્પિટલ ચોક, મવડી ચોકડી, નાનામવા સર્કલ, રામાપીર ચોકડી અને જડ્ડસ ચોક બ્રિજનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે. પરંતુ તેનું નામ કરણ કરવામાં આવ્યું નથી. આગામી દિવસોમાં નામ આપી દેવામાં આવશે તમામ બ્રિજને મહાનુભાવોના નામ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.