સરકાર જીએસટીની આવક વધારવા માટે હર હંમેશ અનેકવિધ યોજનાઓની અમલવારી કરતી હોય છે ત્યારે જીએસટી વધુને વધુ સરળ બની રહે તે માટે રાજકોટ આઈ.સી.એ.આઇ બ્રાન્ચ દ્વારા સ્ટેટ જીએસટીના અધિકારીઓ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ અને તલાટી અને રાજકોટ સ્ટેટ જીએસટીના એડિશનલ કમિશનર રિદ્ધેશ રાવલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
જીએસટી માં સતત બદલાવ આવવાના કારણે અને જે ડિસ્કલોઝરને લઈ પ્રશ્નો ઊભા થઈ ગયા છે તેને ધ્યાને લઈ તેજ જીએસટીના સરકારી કર્મચારીઓને કામગીરીમાં સાનુકૂળતા રહે તે માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સ્ટેટ જીએસટી ની જો વાત કરવામાં આવે તો રિયલ એસ્ટેટ ક્ષેત્ર સહિતના અનેકવિધ ક્ષેત્રે અધિકારીઓ દ્વારા જે સર્ચ અને જે સર્વેની કામગીરી કરવામાં આવે છે તેને ધ્યાને લઈ અધિકારીઓને ઘણા પ્રશ્નો અને તકલીફનો સામનો કરવો પડે છે ત્યારે આવનારા દિવસોમાં આ પ્રકારની કોઈ અગવડતા નો સામનો ન કરવો પડે તેના માટે આ સેમિનાર અત્યંત ઉપયોગી અને મહત્વપૂર્ણ નીવડશે.
ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ઓફ ઇન્ડિયા સંસ્થા દ્વારા ગુજરાતમાં હાલ આ પહેલ હાથ ધરી છે. આવનારા દિવસોમાં પણ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અનેક શહેરોમાં આ પ્રકારના સેમિનાર અને કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે અને સ્ટેટ જીએસટી અધિકારીઓની કૌશલ્યમાં કઈ રીતે વધારો થાય તે દિશામાં પણ ચર્ચા અને વિચારણા હાથ ધરાશે.
આ કોન્ફરન્સથી અધિકારીઓને ઘણો ફાયદો મળશે: રિધ્ધેશ રાવલ
રાજકોટ સ્ટેટ જીએસટીના એડિશનલ કમિશનર રિદ્ધેશ રાવલે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જીએસટીમાં જે કોમ્પ્લેક્સસીટી ઉભી થાય છે અને અધિકારીઓને જે તકલીફ અનુભવાય છે તે ન થાય તેના માટે આ એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે આઈ.સી.એ.આઈ ભવનનો જેટલો આભાર વ્યક્ત કરવામાં આવે એટલો ઓછો છે.
આઇસીએઆઈએ 4 હજારથી વધુ સરકારી કર્મચારીઓને પ્રશિક્ષણ આપ્યું છે: અનિકેત તલાટી
આઈ.સી.એ.આઈના વાઈસ પ્રેસિડેન્ટ અનિકેત તલાટીએ અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેમની સંસ્થા સમગ્ર ભારત ભરમાં જીએસટી ને લઇ અવગત કરાવવા માટે કાર્ય કરી રહ્યું છે અને જેના ભાગરૂપે 4,000 થી વધુ સરકારી કર્મચારીઓને આ અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત ખાતે આયોજિત આ કોન્ફરન્સ માં સ્ટેજ જીએસટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે અને જીએસટી ને કઈ રીતે સરળ બનાવી શકાય અને અધિકારીઓ સુચરુરૂપથી કઈ રીતે આ અંગે પ્રશિક્ષણ મેળવી શકે તે માટેનું આ એક વિશેષ આયોજન હાથ ધરાયું છે.