અહિંસા જેમની આરાધ્યદેવી હતી, ક્ષમા જેમની કૂળદેવી હતી , મૈત્રી જેમની મનોહર મુરલી હતી અને માંગલિક જેમનું મનોરમ્ય હતું એવા ગોંડલ ગચ્છના . જય માણેક પ્રાણ ગુરૂદેવના પટ્ટધર શિષ્યરત્ન અનન્ય અવધૂત સમા તપસમ્રાટ તપસ્વી ગુરૂદેવ પ.પૂ. રતિલાલજી મ.સા.ની 25મી રજતજયંતિ વાર્ષિક પુણ્યતિથિના ઉપલક્ષે ગાદીપતિ પ.પૂ. ગિરીશમુનિ મ.સા.ના સુશિષ્ય આત્મદિવાકર પૂ . સુશાંતમુનિ મ.સા. , મહામંત્ર પ્રભાવક પૂ . જગદિશમુનિ મ.સા. ના સુશિષ્ય સદગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા., રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના સુશિષ્ય જ્ઞાનાભ્યાસી પૂ . વિનમ્રમુનિ મ.સા., પવિત્રમુનિ મ.સા., સોહમમુનિ મ.સા. ના સુમંગલ સાંનિધ્યમાં એવમ પૂ . મુક્ત – લીલમ – ગુરુણીના સુશિષ્યાઓની મંગલમય નિશ્રામાં તપસમ્રાટ તીર્થધામ મધ્યે શ્રધ્ધાવંત ગુરુભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં તા . 08- બુધવાર ના પાવનોત્સવ અનન્ય જપ સાધનાથી ઉજવાશે.
ેતીર્થધામ સમાધી ખાતે સુંદર નવકારશી બાદ સવારના 10 થી 1:39 દરમ્યાન છું. ગુરૂ ભગવંત તથા પૂ . મહાસતીજીઓના ગુરૂપ્રત્યેના ભાવ, આગમ દિવાકર ભુ. જનકગુરૂ પ્રેરિત ક્ધયા છાત્રાલયની દિકરીઓ દ્વારા ગુરૂવંદનાનૃત્ય, મનહર પ્લોટ જૈન સંઘના બહેનો દ્વારા સ્વાગત ગીત તથા નેમીનાથ વિતરાગ જૈન સંઘના બહેનો કૃતિ રજૂ કરશે. જયારે બ્રૂિ મહાસતીજી વૃંદ દ્વારા પૂ વ ગુરૂદેવના જીવન દર્શન આધારીત પ્રાઈઝ એન્ડ પનીશમેંટ સાથે પ્રશ્નમંચનું આયોજન અને શાર્પ 1.39 પૂ . ગુરુદેવના મહાપ્રયાણના સમયે પૂ . મહાસતીજી વૃંદ દ્વારા વિવિધ રાગોમાં ૐ તપસ્વી ગુરૂ શરણમમ સકલ વિઘ્ન હરંણ મમ ! ના જાપની સામૂહિક આરાધના થશે .
પદયાત્રા તા . 8 બુધવાર સોની પાદત્રે 6:30 કલાકે ચૌધરી હાઈસ્કૂલથી તપસમ્રાટ તીર્થધામ સુધીના 7 કિ.મી. ની દર્શન ભાવ પદયાત્રામાં ગુરૂદેવ પ્રત્યેની શ્રધ્ધા અને ભકિતથી ભાવિકો જોડાશે
ગુરુપ્રસાદના પાસ, વિશેષ માહીતી તથા બસની જરુરીયાત માટે સંપર્ક ડોલરભાઇ કોઠારી મો. નં. 98253 17333, સી.એમ.શેઠ ભાવેશ શેઠ, તેમજ બસની વ્યવસ્થા માટે મયુરભાઇ શાહ મો. નં. 93741 00075 અને વિમલભાઇ શેઠ મો. નં. 98244 83246 નો સંપર્ક કરવાનો રહેશે. સમસ્ત રાજકોટના જૈન સંઘોના પ્રમુખ: મંત્રી, ટ્રસ્ટીઓ તથા શ્રઘ્ધાંવંત ધર્મપ્રેમી શ્રાવક ભાઇઓ બહેનોને ગુરુ ગુણોત્સવમાં ખાસ ઉ5સ્થિત રહેતા ચંદ્રકાંતભાઇ શેઠ, ભાવેશભાઇ શેઠ, અને ડોલરભાઇ કોઠારીએ ખાસ આમંત્રણ પાઠવેલ છે.