ચોટીલાના બ્રહ્મસમાજના અગ્રણી મહેશભાઈ ઉપાધ્યાયે પુત્ર લગ્નનો અવસર પ્રકૃતીસેવાનીફરજ બજાવવા નિમિત બનાવી. ચકલીના માળા પર જ કંકોત્રી છપાવી કંકોત્રીને પ્રકૃતિ, વૃક્ષારોપણ, જળજતન અને આરોગ્ય જાળવણીની જાગૃતીના સુત્ર છપાવી સંબંધીઓને વિતરણ કરી પુત્ર લગ્નના અવસરને પ્રકૃતિની સેવાનું નિમિત બનાવી.
ચોટીલાના બ્રહ્મસમાજના અગ્રણી મહેશભાઈ ઉપાધ્યાયના પુત્ર. ચિ. પ્રિયમ-(પ્રશાંત)ના શુભ લગ્ન ચુડાના પ્રિતીબેન અને ભરતભાઈ દવેની પુત્રી ચિ. નીકીતા સાથે 11.2 શનિવારે બપોરે 12.45ના મુહુર્ત ચુડા ખાતે નિધાર્યા છે. મહેશભાઈ ઉપાધ્યાયે પુઠા પર લગ્નનું ઈજન અને વૃક્ષારોપણ, વૃક્ષનું જતન, જળજતનના સુત્ર લખી ચકલીના માળાની ડીઝાઈનની કંકોત્રી બનાવી છે.
અબતક સાથેની વાતચીતમાં મહેશભાઈએ જણાવેલકે પ્રકૃતિનું જતન દરેક માટે જરૂરી છે. કંકોત્રી જયા જશે ત્યાં ચકલીની વસ્તી ઉભી થાય તેવા શુભાશય સાથે ચકલીના માળાની ડીઝાઈનની 1500થી વધુ કંકોત્રી વહેચી છે. જયા જયા આ કંકોત્રી આપી છે.ત્યાં તમામે તેને આવકારી ચકલી ઘર રૂપે જતન કરવા સંકલ્પ કર્યો છે.