ગીર સોમનાથ પોલીસ સ્ટાફની તંદુરસ્તી જળવાઈ રહે અને ખેલદીલીની ભાવના વધે તે માટે કોડીનારની અંબુજા સ્કુલના મેદાનમાં રીલે દોડ, ગોળાફેંક, ચક્રફેક, બરછી ફેંક, લોંગ જમ્પ, હાઈજમ્પ, બેડ મિન્ટન, ચેસ, વોલીબોલ, રસ્સા ખેંચ સહિત 15 રમતનું આયોજન કર્યું હતુ. જિલ્લાભરના મહિલા અને પુરૂષ પોલસી કર્મચારીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિજેતાઓને ઈનામ અને પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડા અને તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જીલ્લા પોલીસમાં શરીર તેમજ મનની તંદુરસ્તી જળવાઈ રહે તથા રમત ગમત દ્વારા ખેલદિલીની ભાવનાનો વિકાસ થાય એ હેતુસર સ્પોર્ટ્સ મિટનું (રમતોત્સવ) આયોજન કરવામાં આવ્યું હતુ.
કોડીનાર અંબુજા સ્કૂલના મેદાનમાં ગીર સોમનાથ જીલ્લા પોલીસ દ્વારા તા.5 ને રવિવારે સ્પોર્ટ્સ ઑથોરીટી ઓફ ગુજરાત, સોમનાથ એકેડમી, અંબુજા સ્કૂલ વિગેરે સંસ્થાઓના સહયોગથી ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિકારી તથા કર્મચારીગણ માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રમતોત્સવને સફળ બનાવવા શ્રી વી.આર.ખેંગાર, વિભાગીય પોલીસ અધિકારી, વેરાવળ, એમ.યુ.મસી, ઈ.ચા. ના.પો.અધિ. મુખ્ય મથક, એ.એસ.ચાવડા, પો.ઈન્સ., એલ.સી.બી, એ.બી. જાડેજા, ઈ.ચા. પો.ઈન્સ., એસ.ઓ.જી., એ.એમ. મકવાણા, પો.ઈન્સ., કોડીનાર પો.સ્ટે. પ્રો.પી.આઈ. પ્રજાપતિ તથા ઝનકાંત, આર.એસ.આઈ., હેડ ક્વાર્ટર નાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
રમતોત્સવમાં જિલ્લા પોલીસના આશરે 350 જેટલા પોલીસ અધિકારી/કર્મચારીઓએ ભાગ લીધેલ હતો. માર્ચ પાસ્ટ અને જ્યોત સાથે રમતોત્સવનો વિધિવત પ્રારંભ કરેલ.
જેમાં *પુરૂષ તથા મહિલા વિભાગમાં 100 મી., 200 મી., 400 મી., 100સ4 રીલે દોડ, ગોળાફેંક, ચક્રફેંક, બરછીફેંક, લોન્ગ જમ્પ, હાઈ જમ્પ, બેડમિન્ટન, ચેસ, વોલીબોલ, કબડ્ડી તથા રસ્સાખેંચ* જેવી ઈનડોર તથા આઉટડોર *4 ટીમ ઈવેન્ટ અને 11 ઈન્ડીવિડ્યુઅલ એમ કુલ 15 વિવિધ રમતોનો* સમાવેશ કરવામાં આવ્યો હતો.
વિજેતાઓને પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે મેડલ તથા ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતુ. રમતોત્સવના અંતે ક્લોઝીંગ સેરીમની દ્વારા પુર્ણાહુતિ કરવામાં આવી હતી.