ભાયાવદરના રાજયના પાણી પુરવઠા મંત્રી હાજરીમાં યોજાયેલ લોકા અર્પણ ના કાર્યક્રમમાં ભાયાવદર નગરપાલિકાના અમુક સભ્યો તેમજ સ્થાનીક ભાજપના હોદેદારોને આમંત્રણ કાર્ડ ન મળતા ભારે રોષ ફેલાયો હતો. શનિવારે બપોર બાદ ભાયાવદર નગરપાલિકા આયોજીક પીવાના શુઘ્ધ પાણી અને સ્ટોરેજ સંપનું લોકા અર્પણ કાર્યક્રમ રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની હાજરીમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાયાવદર નગરપાલિકાના 23 સભ્યોમાંથી ૧૫ સભ્યો તેમજ સ્થાનીક ભાજપના હોદેદાર પણ ગેરહાજર રહેતા ઉપસ્થિત આગેવાનો લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. સ્થાનીક સંગઠન અને નગર સેવકોની ગેર હાજરીમાં જવાબદાર મંત્રીએ પણ કાર્યક્રમમાં પૂર્ણ કરી ગેરહાજર રહેલા સભ્યો તેમજ સંગઠન વિશે કોઇ કાંઇ ફોડ પાડયો ન હોતો આ કાર્યક્રમમાં ખુદ ભાજપના હોદેદારો અને નગર સેવકો ગેરહાજર રહેતા આગામી દિવસોમાં ભાજપ માટે કપરા ચડાણ સાબિત થાય તો નવાઇ નહી આગામી સમયમાં જ નગર પાલિકાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભાજપ કયા રસ્તે ચાલવા જઇ રહ્યો છે. તેવું લોકોમાં ચર્ચા ઇ રહ્યું છે.
અમને આમંત્રણ પણ મળ્યા નથી: શહેર પ્રમુખ અતુલ વાઘાણી
આ અંગે શહેર ભાજપના પ્રમુખ અતુલભાઇ વાઘાણીનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે નગરપાલિકા આયોજીન કાર્યક્રમમાં અમોને આમંત્રણ આપવામાં આવ્યું નથી તેમજ પાર્ટીના નિયમ મુજબ રાજય મંત્રી ના કાર્યાલય માંથી પણ એમને આ કાર્યક્રમ વિશે કોઇ સત્તાવાર જાણ કરવામાં નહોતી આપી તેથી અમો ગેરહાજર રહ્યા હતા.
મહામંત્રી સરજુ માકડીયા શું કહે છે?
શહેર ભાજપના મહામંત્રી સરજુભાઇ માકડીયાએ જણાવેલ ક અમોએ છેલ્લા 10 વર્ષમાં ભાજપને મજબુત કરી તાજેતરમાં ધારાસભામાં ચુંટણીમાં ભાજપના ઉમેદવારને ચૂંટણી ભાજપનો ગઢ જાળવવામાં સફળ થયા પણ જયારે આપણાં જ આપણને આમંત્રણ ન આપે ત્યારે ખુબ જ દુ:ખદ ઘટના છે.
નગરપાલિકા ભાજપના નેતા વી.સી. વેગડા શું કહે છે?
ભાયાવદર શહેર ભાજપા પૂર્વ પ્રમુખ અને હાલ નગર પાલિકા ભાજપના નેતા વી.સી. વેગડાનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે તાજેતરમાં નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક મળી હતી તેનો કુલ 23 સંખ્યા માથી 15 સભ્યો ગેરહાજર રહેતા માત્ર આઠ સભ્યોના જોશે બજેટ મંજુર કરી દેતા અમો નગરપાલિકાના ચીફ ઓફીસરનું ઘ્યાન દોરેલ પણ કોઇ જવાબ આપેલ નહી ગઇકાલના કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યો તેમજ સંગઠનને વિશ્ર્વાસમાં લીધા વગર તેમજ આમંત્રણ કાર્ડ પણ નહિ આપતા અમારા સભ્યો નું અપમાન થાય તેવું નગરપાલિકા દ્વારા કરવામાં આવતા અમે કાર્યક્રમમાં ગયા ન હતા.