મિત્રો આપણે અલગ અલગ દિવસે જન્મેલા જાતકો વિષે ચર્ચા કરી રહ્યા હતા આજે જોઈએ કે સોમવારે જન્મેલા જાતકોનો સ્વભાવ કેવો હોય છે. સોમવારે જન્મેલા મિત્રો આધ્યાત્મિક ચિંતન કરતા હોય છે અને દરરોજ ધર્મ બાબતે કઈને કઈ કરતા હોય છે સ્વભાવે દયાળુ હોય છે અને દાન કરતા અચકાતા નથી આવા લોકો ખુબ લાગણીશીલ,ખુબ સેન્સેટિવ હોય છે.
તેમને પ્રેક્ટિકલ બનવામાં તકલીફ પડે છે અને પોતાના હક માટે પણ તેમને ક્યારેક જાગૃત કરવા પડે છે સોમવારે જન્મેલા મિત્રો કલ્પનાશીલ હોય છે જે વિષયોમાં આઈડિયાની જરૂર હોય ક્રિએટિવિટીની જરૂર હોય તેમાં આ મિત્રો સારું કામ કરી શકે છે ખાસ કરીને કાવ્ય જેવા ઋજુ વિષયોમાં તેઓ સારું કામ કરી શકે છે.
તેમને અભિવ્યક્તિ સારી આવડે છે પરંતુ સોમવારે જન્મેલા મિત્રોના મૂડ વારંવાર બદલતા જોવા મળે છે માટે તેઓ એકધારું કામ કરી શકતા નથી અને નાની નાની બાબતમાં દુઃખી થતા જોયા મળે છે તેમના જીવનમાં થી કોઈ વિદાય લે તો તેઓ તેને ભૂલી શકતા નથી એ તેમની વિશેષ બાબત છે સોમવારે જન્મેલા મિત્રો લાગણી બાબતમાં ઉત્સુક હોય છે અને સારા પાર્ટનર બની શકે છે બસ તેઓએ તેમના મન પર કાબુ મેળવતા શીખવું જોઈએ. પૂનમ અને અમાસ તેમના માટે વિશેષ બાબતો લઇને આવતા હોય છે.
બુધ મહારાજની ધનમાં વક્ર ગતિના પરિણામો આપણે શેરબજાર અને અનેક મોટા ઉદ્યોગપતિઓ પર જોયા હવે આવનારા ચાર પાંચ દિવસમાં જ બુધ સહીત અનેક ગ્રહ નક્ષત્ર પરિવર્તન કરે છે જેના લીધે ઘટનાક્રમમાં તેજી આવતી જોવા મળશે વળી સૂર્ય મહારાજ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે જેથી વાતાવરણમાં ગરમી જોવા મળશે બીજી તરફ બુધ મકરમાં આવવાથી બજારની સ્થિતિમાં ફેરફાર જોવા મળશે જો કે મંદી અને મોંઘવારી વધતી જોવા મળશે અને અગાઉ લખ્યા મુજબ પાકિસ્તાન ની સ્થિતિ વધુ બગડતી જોવા મળશે અને આંતરવિગ્રહ ચરમસીમાએ પહોંચતો જોવા મળશે.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨