આશરે 10 હજાર જેટલા કટ્ટાની આવક થવા પામી: ઘઉની આવકમાં વધારો
બેડી સ્થિત રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે 25 હજાર મણ લસણની આવક થવા પામી હતી 10 હજાર જેટલા કટ્ટા લસણ આવતા યાર્ડમાં લસણની સોડમ પ્રસરી જવા પામી છે. ભાવ 125 થી 425 સુધી ઉપજી રહ્યા છે. ઘઉંની આવકમાં પણ વધારો થઈરહ્યો છે.
યાર્ડના સુત્રોના જણાવ્યાનુસાર ગઈકાલરાતથી આજે સવારે આઠ વાગ્યા સુધી રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં લસણની આવક સ્વીકારવામાં આવી હતી. 12 કલાકમાં લસણના 10 હજાર કટ્ટા અર્થાંત 25 હજાર મણ જેટલી આવક થવા પામી છે.
હવે આલસણની હરરાજી થઈ જાય અને માલનો નિકાલ નહી થાય ત્યાં સુધી લસણની આવક સ્વીકારવામાં આવશે. નહી લસણનો ભાવ 125 થી 425 રૂપીયા સુધી ઉપજી રંહ્યો છે. જે પ્રમાણમાં ખુબજ ઓછો હોવાનું ખેડુતોનું માનવું છે. નવા ઘઉંની આવકમાં પણ વધારો નોંધાય રહ્યો છે. આગામી એકાદ-બે દિવસમાં સુકકા મરચાની જણસીનો નિકાલ થતાની સાથે જ મરચા પણ સ્વીકારવામાં આવશે.