વીજચોરો સામે તંત્રની લાલ આંખ:કલ્યાણપુર તાલુકાના વિસ્તારોમાં વ્યાપક દરોડા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણ ગામે વીજ ચેકીંગ ટીમ પર હુમલા બાદ પીજીવીસીએલ દ્વારા કડક વલણ દાખવી, પૂરતા પોલીસ રક્ષણ સાથે ફરી રાણ ગામે ચેકીંગ હાથ ધરાયું. વીજ ચેકીંગ માં કુલ 33 ટીમોએ 17.20 લાખની વીજચોરી પકડી ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા વિભાગીય કચેરી હેઠળની કલ્યાણપુર તેમજ ભાટીયા પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ 33 જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ 39 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યા હતા. જે પૈકી 61 વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ. 17.50 લાખની દંડનીય આકારણીના ભિલ ફટકારવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ કલ્યાણપુર તાલુકા ના રાણે ગામે વીજ ચેકીંગ દરમ્યાન રાણ ગામ ના સ્થાનિક રહેવાસી આસામી ભાવેશભાઈ ઉર્ફે ભીમાભાઈ રણમલભાઇ ડુડીચલ, નિકુંજભાઈ ડીયલ, યોગેશભાઈ હડીયલ અને મોહનભાઇ લીરાભાઈ ડાભી દ્વારા વીજ ચેકીંગ ટીમ ના જુનીયર ઇજનેર શ્રી કે.ડી.કોચરા પર હુમલો કરી કાયદેસર ની ફરજમાં રૂકાવટ કરેલ, જે સબબ ચેકીંગ ટીમ દ્વારા કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે એફ.આઈ.આર. નોંધાવવામાં આવેલ છે અને ફરી રાણ ગામે પૂરતા પોલીસ બંધોબસ્ત સાથે વીજ ચેકીંગ હાથ ધરી, સણ ગામમાં થી કુલ 10 વીજ જોડાણો માં વીજ ગેરરીતી માલૂમ પડતાં કુલ 3.40 લાખના દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં છે.
સદર હુમલામાં સંડોવાયેલ આરોપી ને ત્યાં પણ ચેકીંગ કરતાં મીટર વિના બિન-અધિકૃત રીતે પોલ પર થી ડાયરેક્ટ વીજ જોડાણ સબબ વીજ ચોરી નો કેશ કરવામાં આવેલ છે અને પુરવણી બીલ ઇસ્યુ કરવાની તેમજ વીજ ચોરી અંગે ની પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.