એપ્રિલ-જાન્યુઆરી 2023 દરમિયાન રેલવેએ 54733 કરોડની આવક રળી !!!
સરકાર પરિવહન ક્ષેત્રને વધુને વધુ વિકસિત બનાવવા માટે અનેકવિધ યોજનાઓને અમલી બનાવી રહ્યું છે ત્યારે સરકાર વેસ્ટન રેલવે ને પણ અત્યંત શુદ્રઢ વ્યવસ્થા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી શુ સચ કર્યું છે અને પરિણામે જે આવક ઊભી થાય છે તેનાથી રેલ મંત્રાલયને ઘણો ફાયદો પણ પહોંચ્યો છે. હવે પશ્ચિમ રેલવે અને રેલ મંત્રાલય દ્વારા જે આઈઆસીટીસીને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે બાદ દિનનપ્રતિદિન રેલવેની આવકમાં વધારો નોંધાય રહ્યો છે. ત્યારે ફરી એક વખત એપ્રિલથી જાન્યુઆરી 2023 દરમિયાન જે આવક રેલ મંત્રાલયને વધી છે તે આંકડો 73 ટકાને પાર પહોંચી ગયો છે.
આ કાર્ય પાછળનું જો કોઈ મુખ્ય કારણ હોય તો તે એ છે કે રેલવે મંત્રાલયે પેસેન્જર માટેની જે સુવિધાઓ સુદ્રઢ બનાવી છે જે વિકસિત કરી છે તેનાથી રેલવેમાં મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે અને પરિણામે રેલવે મંત્રાલયને આવકમાં પણ વધારો નોંધાયો છે.
રેલવેની મુસાફરીની આવકમાં 73 ટકાનો વધારો થયો છે. એપ્રિલથી જાન્યુઆરી 2023 સુધીમાં મુસાફરી હેઠળ કુલ કમાણી 54,733 કરોડ રૂપિયા છે જે ગયા વર્ષે આશરે 31 હજાર કરોડ રૂપિયા હતી. રેલ્વે મંત્રાલયે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન મુસાફરોની કુલ અંદાજિત સંખ્યા 6590 લાખ હતી જે ગયા વર્ષના આ સમયગાળા દરમિયાન 6181 લાખ હતી.
મંત્રાલયે જણાવ્યું કે, રીઝર્વેશન વિનાના મુસાફરો પાસેથી મળેલી આવક ગયા વર્ષના 2555 કરોડ રૂપિયાની સરખામણીએ 11,788 કરોડ રૂપિયાથી વધુ છે, જે 361 ટકાનો વધારો દર્શાવે છે. રિઝર્વ પેસેન્જર પાસે જે આવકમાં વધારો થયો છે તે 48 ટકાનો છે જ્યારે રિઝર્વડ પેસેન્જર પાસેથી જે આવક રેલ મંત્રાલયને ઊભી થઈ છે તે 128 ટકાનો વધારો નોંધાયો છે.