કરદાતાઓ વધુને વધુ રિટર્ન ભરે તે માટે કરાશે પ્રોત્સાહિત !!!
બજેટ 2023માં મધ્યમ વર્ગ માટે સારા સમાચાર છે. ટેક્સ મુક્તિ મર્યાદા વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે કે 3 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આવકવેરા સ્લેબની સંખ્યા ઘટાડવામાં આવી છે. બજેટ રજૂ કરતાં સીતારમણે વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓને પણ સારા સમાચાર આપ્યા છે. ટેક્સને લઈ સરકારે મોટી જાહેરાત કરી છે. જેમાં નવી ઈનકમ ટેક્સ સિસ્ટમ સ્લેબમાં ફેરફાર કર્યો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ઈન્કમટેક્સમાં 9 વર્ષ પછી મોટી રાહત આપી છે. હવે વાર્ષિક 7 લાખ રૂપિયા સુધીની આવક પર ઈન્કમટેક્સ ભરવો નહીં પડે. જોકે આ માત્ર નવા ટેક્સ સ્લેબ હેઠળ મળશે. હજુ પણ ઈન્કમટેક્સ રિટર્ન ભરવા માટે બે વિકલ્પ જોવા મળશે. અત્યારસુધી 2.5 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત હતી. છેલ્લી વખત 2014-15ના બજેટમાં આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 2019-20માં 8 કરોડ લોકોએ આવકવેરો અથવા કોર્પોરેટ ટેક્સ ભર્યો હતો. બજેટમાં નવા સ્ટાર્ટઅપને 3 વર્ષ માટે આપવામાં આવેલી ટેક્સ છૂટ યથાવત્ રાખવામાં આવી છે.
હાલ સૌથી મોટી વાત તો એ છે કે સરકારે જે 7 લાખ સુધીની આવક ઉપર એક પણ પ્રકારનો આવકવેરાનો ટેક્સ ન લાગ્યો હોવાના કારણે એક કરોડ લોકોને આ નિર્ણયથી સીધો જ ફાયદો પહોંચશે કારણકે હાલ ભારતમાં છ કરોડ લોકો આવકવેરા ભરતા હોય છે અને તેમાંથી પણ રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યામાં ખૂબ મોટો વધારો થયો છે ત્યારે સરકાર આ ગંભીરતાને ધ્યાને લઈ આવકવેરા વિભાગના સ્લેબમાં ફેરફાર કર્યો છે.