ભૂતકાળમાં મળેલ દગો વર્તમાનમાં પણ કોઈ પર વિશ્વાસ નથી મુકવા દેતો જેને પિસ્ટેન્થ્રોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે: ધીરે ધીરે ઓછા થતા સંબધ અને વધતી જતી માનસિક સમસ્યાઓ, એકબીજા પરનો ઘટતો જતો વિશ્વાસ, રોમેન્ટિક સંબધ કે મિત્રતામાં મળેલ દગાના વિવિધ કેસો અને 810 લોકોનો સર્વે મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપક ડો. ધારા આર.દોશી અને અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ દ્વારા કરવામાં આવ્યો
અન્ય વ્યક્તિ પર વિશ્વાસ કરવાની વાત આવે છે ત્યારે દરેક વ્યક્તિની માન્યતા અલગ અલગ હોય છે. એકબીજા પર વિશ્વાસ કરવામાં પણ કોઈને બહુ વાર લાગે છે તો કોઈ બહુ ફટાફટ કરે છે પણ આ ફોબિયા ધરાવનાર વ્યક્તિને ખાસ કરીને રોમેંટિક સંબધમાં બીજા વ્યક્તિ પર વિશ્વાસ મુકવામાં ઘણો ભય અનુભવે છે.
આ ફોબિયા ધરાવનાર વ્યક્તિને અન્ય વ્યક્તિ પર રોમેન્ટિક વિશ્વાસ મુકવો કે મૈત્રીપૂર્ણ સંબંધ સ્થાપિત કરવા એક અશક્ય કાર્ય જેવું લાગે છે.
ધીરે ધીરે ઓછા થતા સંબધ અને વધતી જતી માનસિક સમસ્યાઓ, એકબીજા પરનો ઘટતો જતો વિશ્વાસ, રોમેન્ટિક સંબધ કે મિત્રતામાં મળેલ દગાના વિવિધ કેસો અને 810 લોકોનો સર્વે મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપક ડો. ધારા આર.દોશી અને અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ દ્વારા કરવામાં આવ્યો જેમાં સ્ત્રીઓમાં વિશ્વાસ મુકવાનો ભય પુરુષોની તુલનાએ વધુ જોવા મળ્યો.
પિસ્ટેન્થ્રોફોબિયા શું છે?
પિસ્ટેન્થ્રોફોબિયા એ રોમેન્ટિક સંબંધમાં કોઈ દ્વારા નુકસાન પહોંચાડવાનો ડર છે. ભૂતકાળમાં વ્યકિતને કોઈ દગો મળ્યો હોય તો વર્તમાન સમયમાં પણ તેને કોઈપર વિશ્વાસ મુકવામાં ઘણો ભય અનુભવાય છે. તેઓ કોઈ સાથે સંબધ બાંધવામાં પણ ભય અનુભવે છે અને તણાવમાં આવી જાય છે. ફોબિયા એ એક પ્રકારનો અસ્વસ્થતા ડિસઓર્ડર છે જેમાં વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે સંબધ વિકસિત કરવામાં કે રોમેન્ટિક રિલેશનશિપ બાંધવામાં ભય અનુભવે છે. ભૂતકાળમાં વ્યક્તિને કોઈ સંબંધમાં દગો મળ્યો હોય તો તેઓ આગળ જતાં સંબધમાં સમાયોજન નથી કરી શકતા અને હતાશામાં ગરકાવ થઈ જાય છે.
લક્ષણો
- ગભરામણ અને ભય, જે ઘણીવાર અતિશય, સતત અને જોખમી તથા અતાર્કિક હોય છે
- ઉત્તેજક ઘટના, વ્યક્તિ અથવા ગમી જાય એવી વ્યક્તિથી દૂર જવાની તીવ્ર ઇચ્છા
- હાંફ ચડવો -ઝડપી ધબકારા – શરીરમાં ધ્રૂજારી
- જેની સાથે પ્રેમ થઈ શકે તેવી વ્યક્તિ સાથે વાતચીત અથવા ઊંડી ક્રિયાપ્રતિક્રિયાઓથી દૂર રહેવું
- પોતાની જાતને પાછી ખેંચી લેવી ડેટિંગ અથવા રોમેન્ટિક સંબંધોમાં જોડવાના પ્રયાસો માટે નીરસ
- સતત શંકાશીલ વર્તન
- પ્રેમ કે મિત્રતામાં અવિશ્વા
ઉપચાર
- બોધત્મક વર્તન ઉપચાર
- સાયકોથેરાપી
- વાસ્તવિક થેરાપી
- વર્તન ઉપચાર
- કાઉન્સેલિંગ
તારણો
- કોઈ વ્યક્તિ પર વિશ્વાસ મુકતા પહેલા તણાવ કે ભય અનુભવાય છે?
જેમાં 62% સ્ત્રીઓ અને 45% પુરૂષોએ હા જણાવી. - કોઈ વ્યક્તિથી દૂર થઈ જવાની ઈચ્છા થાય છે?
જેમાં 61% સ્ત્રીઓએ અને 39% પુરુષોએ હા જણાવી. - કોઈ વ્યક્તિ પર વિશ્વાસ મુકતા પહેલા ભૂતકાળમાં થયેલ ઘટનાને કારણે ભય અનુભવાય છે?
જેમાં 80.5% સ્ત્રીઓએ અને 19.5% પુરુષોએ હા જણાવી. - ભૂતકાળમાં જે બાબતને લઈને ખરાબ અનુભવ થયો હોય તો એ વિશે વર્તમાનમાં પણ વિશ્વાસ મુકતા ભય લાગે છે?
જેમાં 82.9% સ્ત્રીઓએ અને 17.1% પુરુષોએ હા જણાવી. - ભૂતકાળમાં જે ઘટના દુ:ખ અપાવે તેવી હતી તે ઘટના વર્તમાનમાં પણ દુ:ખ આપે છે?
જેમાં 71% સ્ત્રીઓએ અને 41% પુરુષોએ હા જણાવી. - એક વ્યક્તિએ આપેલ દગો દરેક વ્યકિત પર શંકા કરાવે છે?
જેમાં 82.3% મહિલાએ અને 32.4% પુરુષોએ હા જણાવી - જેણે વિશ્વાસ તોડ્યો હોય એ વ્યક્તિ પર બીજી વખત ભરોસો મુકતા ભય અનુભવાય છે?
જેમાં 79.5% સ્ત્રીઓએ અને 37.4% પુરુષોએ હા જણાવી - કોઈ વ્યક્તિ તમને મૂકીને જતી રહેશે તેવા ભયને કારણે તેમની સાથે આત્મીય સંબધ વિકસિત કરવામાં ભય લાગે છે?
જેમાં 77.6% સ્ત્રીઓએ અને 34.5% પુરુષોએ હા જણાવી - પ્રેમ કે મિત્રતાના સંબંધમાં વિશ્વાસ તૂટ્યા પછી બીજી વ્યક્તિ પર ભરોસો રાખવામાં સમસ્યા અનુભવાય છે?
જેમાં 61% સ્ત્રીઓએ અને 31% પુરુષોએ હા જણાવી. - કોઈ વિશે ઈર્ષ્યા અનુભવાય છે?
જેમાં 56% સ્ત્રીઓએ અને 13% પુરુષોએ હા જણાવી. - કોઈ સાથે વધુ ગાઢ સંબંધ રાખ્યા પછી વધુ પડતા વિચાર આવ્યા કરે છે?
જેમાં 78% સ્ત્રીઓએ અને 34% પુરુષોએ હા જણાવી - શુ તમને સાચો પ્રેમ કે મિત્રતા નહિ મળે અથવા તમારી પાસે સાચો પ્રેમ કે મિત્રતા નથી એવું અનુભવાય છે?
જેમાં 64% સ્ત્રીઓએ અને 24% પુરુષોએ હા જણાવી. - શુ તમને અન્ય લોકોને તમારી બહુ નજીક આવવા દેવામાં ભય લાગે છે?
જેમાં 84% સ્ત્રીઓએ અને 38% પુરુષોએ હા જણાવી