તેલંગણા, મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત અન્ય રાજયમાં નેટવર્ક હોવાની શંકા: ત્રાસવાદ સંગઠન દ્રારા જાલીનોટ કોંભાડનો દોરી સંચાર થતો હોવાની શંકા: જાલીનોટના ગુનામાં જામીન પર છુટી ફરી જાલીનોટ સપ્લાય શરૂ કરી
દેશના અર્થતંત્રને ખોખલુ કરવાના ખૌફનાક રાષ્ટ્ર વ્યાપી કૌભાંડના મુખ્ય સુત્રધારને રાજકોટ પોલીસે તેલગરણા રાજયમાંથી ઝડપી લીધો છે. જાલીનોટના ગુનામાં જામીન પર છુટી ફરી જાલીનોટ સપ્લાયના નેટવર્ક શરુ કરનાર તેલગરણાના તંદુર ગામના રમેશ બાબુ તેલગરણા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જાલીનોટ ઘુસાડી હોવાથી તેને અન્ય રાજયમાં પણ જાલીનોટ ઘસાડી હોવાની અને જાલીનોટનું કમિશન ત્રાસવાદી સંગઠનને પહોચતું હોવાની શંકા સાથે રિમાન્ડ પર લેવા પોલીસે તજવીજ હાથધરી છે.
રાજકોટ અને જામનગરના આંગડીયા મારફત લાખો રૂપીયાની પ00 ના દરની જાલીનોટ વટાવી લેવાના કૌભાંડમાં મુખ્ય સુત્રધાર તરીકે જેનું નામ ખુલ્યું હતું તેવા રમેશબાબુ વેન્કટેહ કસ્તુરીને એ-ડીવીઝન પોલીસે તલંગણા રાજયમાંથી ઝડપી લઈ તેને રીમાન્ડ પર લેવા તજવીજ શરૂ કરી છે તેની પુછપરછમાં જાલીનોટના રાજયવ્યાપી ગણાવાતા આ કૌભાંડમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે..
રાજકોટનાં ડો.યાજ્ઞિાક રોડ પર રહેતા લગેજ બેગના વેપારીનું પ0 હજારનું આંગડીયું પીએમ આંગડીયા પેઢીમાં આવ્યું હતું. જે રકમ લીધા બાદ એકસીસ બેન્કમાં જમા કરાવતા પ00 ના દરની જાલીનોટો હોવાનો ખુલાસો થયો હતો. જેના આધારે પોલીસે પીએમ આંગડીયા પેઢીમાં તપાસ કરી ત્યાં જાલીનોટ વટાવનાર ભરત ઉર્ફે કિશોર મેરામભાઈ બોરીચા (રહે. મુળ રાજુલા, હાલ નિધી એપાર્ટમેન્ટ, સાધુ વાસવાણી રોડ) ને ઝડપી લીધો હતો.
ત્યારબાદ તેને જાલીનોટ મંગાવી આપવામાં સંડોવાયેલા ગુરપ્રિતસિંગ ઘનશ્યામદાસ કારવાણી, તેજશ ઉર્ફે ગોપાલ રાજુભાઈ જસાણી, વિમલ બિપીનભાઈ થડેશ્વર, તેના ભાઈ મયુરને ઝડપી લીધા હતા. આ તમામની પુછપરછમાં જાલીનોટો પુનાના પીંપરી ગામે રહેતા કમલેશ ઉર્ફે કનૈયાલાલ શિવનદાસ જેઠવાણીએ સપ્લાય કર્યાનું ખુલતા તેને પણ પોલીસે પુનાથી ઝડપી લીધો હતો.
પુછપરછમાં તેણે તેલંગણા રાજયના વિંકારાબાદ જિલ્લાના કોકટ રોડ તંદુર ગામના રમેશબાબુ પાસેથી જાલીનોટો લીધાની કબુલાત આપતા એ-ડીવીઝન પોલીસની એક ટીમ તેલંગણામાં રવાના કરવામાં આવી હતી. જેણે રમેશબાબુને તેના ગામમાંથી ઝડપી લીધો હતો. દેખાડા ખાતર તે ગેરેજ ચલાવે છે. ચાર માસ પહેલા જ તેલંગાણાના ગોપાલપુરમ પોલીસ મથકમાં જાલીનોટના ગુનામાં પકડાયો હતો. જામીન પર છુટયા બાદ ફરીથી તેણે જાલીનોટનો વેપલો શરૂ કરી દીધો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
તે બીજા કોઈ પાસેથી જાલીનોટ લઈ આવતો હતો કે પછી પોતે જ છાપતો હતો તે મુદ્દે એ-ડીવીઝન પોલીસે તપાસ શરૂ કરી છે.
આ માટે આવતીકાલે તેના રીમાન્ડ પણ પોલીસ માંગશે. અત્યાર સુધીની તપાસમાં રમેશબાબુ પાસેથી બે ખેપમાં પુનાના પીંપરીનો કમલેશ રૂા.17 લાખની જાલી નોટ લઈ આવ્યાનું ખુલ્યું છે. કમલેશ સિવાય બીજા કોને રમેશબાબુએ જાલી નોટ સપ્લાય કરી છે તે બાબતે પણ પોલીસ દ્વારા પૂછપરછ હાથધરી છે.
પોલીસે જણાવ્યું કે રમેશબાબુ અને કમલેશનો પરીચય વોટ્સએપ ઉપર થયો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં રૂા.સાતેક લાખની પ00 ના દરની જાલીનોટો સપ્લાય થઈ હતી. જયારે કમલેશ પાસે કુલ રૂા.17 લાખની જાલીનોટ હતી. જેમાંથી એ-ડીવીઝન પોલીસ અત્યાર સુધી એકંદરે 1પ.84 લાખની જાલી નોટ કબ્જે કરી ચુકી છે.
અત્યાર સુધીની તપાસમાં એવું ખુલ્યું છે કે મુળ રાજુલાના ભરત ઉર્ફે કિશોર બોરીચા આર્થિક ભીંસમાં સપડાતા જાલીનોટ શોધતો હતો. આ દરમ્યાન અન્ય આરોપીઓ સાથે સંપર્ક થતા તેને પુનાના પીંપરી ગામના કમલેશ પાસેથી સાતેક લાખની પ00 ના દરની જાલીનોટ મંગાવી તેમાં અસલી નોટ મીકસ કરી તેને રાજકોટની પીએમ અને જામનગરની વી.પટેલ આંગડીયા પેઢીમાં વટાવી લીધી હતી