રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 130 ખેલાડીઓ લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી કરાશે સન્માનીત
નેક્ષસ ફિટનેસ જીમ, લેટસ ફીટ જીમ, નિધિ સ્કૂલ , સ્ટ્રોંગ ટચ ફિટનેસ એક્વીપમેટ, આર.કે.બિલ્ડર્સ , હિન્દુસ્તાન પ્રોજેક્ટ, જનતા ફાર્મા, કોસ ફીટ જીમના સંયુક્ત ઉપકામે રાજકોટમાં સૌ પ્રથમ વાર ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ એન્ડ મેન્સ ફીક્સ ચેમ્પીયનસીપ ગુજરાત કેશરી – 2023 નું આયોજન આગામી તા . 05-02-2023 રવિવારના રોજ હેમુ ગઢવી ઓડીટોરીયમ ખાતે કરવામાં આવેલ છે.
અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલ યશપાલસિંહ ચુડાસમાએ જણાવ્યુંં હતુ આ ચેમ્પીયનશીપમાં 55 કિલો ગ્રામ , 60 કિલો ગ્રામ , 65 કિલો ગ્રામ, 70 કિલોગ્રામ, 75 કિલોગ્રામ, 80 કિલો ગ્રામ , 85 કિલો ગ્રામ, 90 કિલો ગ્રામ , 90+ કિલો ગ્રામ, મેન્સ ફીજીક્સમાં -170 મીટર અને + 170 મીટર કેટેગરીમાં ભાઈઓ ભાગ લેશે. સ્પર્ધા જોવા માટેનો સમય જાહેર જનતા માટે સાંજના 5 થી 10 દરમ્યાન રાખવામાં આવેલ છે.
જાહેર જનતાને નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. આ ચેમ્પીયનસીપમાં એચ.એચ. મહારાજા રાઓલ વિજયરાજસિંહજી ગોહિલ (ભાવનગર સ્ટેટ), યાદવેન્દ્રસિંહજી જાડેજા (ગોંડલ સ્ટેટ), ઠાકોર સાહેબ , જયદીપસિંહજી ઝાલા ( લીંબડી સ્ટેટ), ભરતભાઈ બોઘરા (પ્રદેશ ઉપાધ્યક્ષ ભાજપ ગુજરાત), વિરલ પટેલ (ડાયરેક્ટર કર્ણાવતી કલબ અમદાવાદ), વીરેન્દ્રસિંહ જાડેજા( જિલ્લા રમત ગમત જીલ્લા અધિકારી રાજકોટ ) ઉપરિતત રહેશે.
ગુજરાત કેશરી ચેમ્પીયનસીપમાં વિજેતા થનાર તમામને રોકડ પુરસ્કાર , મેડલ , ટ્રોફી , સર્ટીફીકેટ , તેમજ ન્યુટ્રીશન કીટ આપવામાં આવશે. આ ચેમ્પીયનસીપમાં વિજેતાઓને રાષ્ટ્રીય બોડી બિલ્ડીંગ ચેમ્પીયનસીપ માટે પસંદ કરવામાં આવશે.આ કાર્યક્રમમાં રાજકોટના રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 130 ખેલાડીઓને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે . આ ચેમ્પીયનસીપમાં ભાગ લેવા માટે અસફાક ઘૂમરા (9998837369 ) નો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા જીમી ભુવા, વિવેક અંકલેશ્વરિયા, યશપાલસિંહ ચુડાસમા , રવિ ભીમાણી, મનોજ બોરીચા, ભીમભાઇ કેશવાળા, અનીલ પટેલ , ડો. ફૈજાન જુનેજા , રાઠોડ હર્ષદ, ઉર્વેશ પટેલ , રાજેન્દ્રસિંહ જાડેજા, જય ચંદનાણી, કેતન પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે.