ઇગોંડલની તેલ ઉત્પાદકની છાપ પર ભેળસેળનું ગ્રહણ લગાડનાર તત્વો પર તંત્રની તવા
જામવાળી જીઆઇડીસી પાસેથી જીએસટી અધિકારીઓ દ્વારા એડીબલ ઓઇલ ભરેલા ટેન્કરોનાં ડ્રાઈવરો ને ઉઠાવી લેવાની ઘટનાનાં પગલે જીઆઇડીસી નજીક હાઇવે સ્થિત એક હોટેલમાં જીએસટી અધિકારીઓ તથા સ્ટાફે ધામા નાંખી મેગા ઓપરેશન માટે એલર્ટ હોવાની માહિતી મળી રહી છે.
એક સમયે ગોંડલમા સોથી વધુ ઓઇલમીલો ધમધમતી હતી.આજે હવે માત્ર બાર થી પંદર ઓઇલ મીલો ચાલે છે.તેમાય બોગસ બિલીંગ,ટીનીંગ અને ભેળસેળ નાં મુદ્દે ગોંડલનો તેલ ઉધ્ધોગ ખાસ્સો બદનામ છે.ટીનીંગ કરનારાઓ ને પ્રોડક્શન ની જરુર રહેતી નથી.ગમે તે તેલ પર પોતાની બ્રાન્ડ નુ લેબલ લગાવી બિલીંગ વ્યવહાર કરવાનો હોય છે.
એક માહીતી મુજબ સૌરાષ્ટ્ર મા એવી રીફાઇનરીઓ ધમધમે છે જેમા પામોલીન તેલ ને રિફાઈન્ડ કરી અન્ય તેલ મા તેની ભેળસેળ કરાય છે. સામાન્ય રીતે પામોલીન કોપરેલ ની જેમ જામી જતુ હોય છે.ત્યારે ગ્રાહકો શુધ્ધ તેલ ની ગુણવતા ચકાસવા તેલ ને ફ્રીજ મા રાખી ચકાશે છે.જો તેલ જામે તો તેલ શુધ્ધ નથી પણ પામોલીન ની ભેળસેળ છે. કંડલા થી આવતા પામ તેલ ને કેમીકલ ના ઉપયોગ દ્વારા લિક્વિડ માં રુપાંતરીત કરાય છે.જે સ્વાસ્થય ને નુકસાન કર્તા હોવા છતા ભેળસેળ કરી સિંગતેલ ના નામે ધિકતો ધંધો ચલાવાઇ રહ્યો છે.ઉપર થી છેક તળીયા સુધી તંત્ર ની મિલી ભગત હોય તેલ નો કાળો કારોબાર કોઈ રોકટોક વગર ધમધમી રહ્યો છે.ગોંડલ માં આવા જ ડીસ્કો થી જાણીતા તેલ ની બોલબાલા સાથે ભેળસેળ,બોગસ બિલીંગ, ટીનીંગ સહીત બે નંબરી ગોરખધંધા ચાલતા હોય જીએસટી અધિકારીઓ એ ગોંડલ ની તેલ લોબી ને રડાર મા લીધી હોય સન્નાટો છવાઈ જવા પામ્યો છે.