અબતક પરિવારની પ્રતિભા પારખું આંખ્યું.,. મને રાજકોટ થી દિલ્હી સુધી પહોંચાડવા માં નિમિત બની અબતકના અહેવાલથી હીરીબેન બન્યા ભાવુક

અબતક દ્વારા વિશ્વ મહિલા દિવસે સૌરાષ્ટ્રના પ્રતિભાવંત અને સમાજમાં વિશેષ પ્રદાન કરનાર નારી રત્ન એવોર્ડ નું 8 માર્ચ 2022 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. અબતકના કાર્યક્રમમાં તાલાલાના જાંબુર ગામે રહી આદિવાસી સમાજના ઉત્કર્ષ ને ખાસ કરી મહિલાઓને પગભર કરવા માટે બચત માટેની સામાજિક જાગૃતિ ચલાવનાર હીરીબેન ને ભારત સરકાર દ્વારા પદ્મ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

અબતક ના એવોર્ડ વિનર હીરીબેન ને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શ્રેણીના પદ્મ માટે નોમિનેશન મળતા હીરીબેને પોતાના પ્રતિભાવમાં અબતક દ્વારા પ્રસિદ્ધ કરાયેલા નોમિનેશન એવોર્ડના અહેવાલ અંગે પ્રસન્નતા વ્યક્ત કરી જણાવ્યું હતું કે 8 માર્ચ ,2022 ના રોજ અબતક પરિવાર દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે સૌરાષ્ટ્રમાંથી સેવાભાવી મહિલાઓને વીણી વીણીને મંચસ્થ મહાનુભાવોના હાથે સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમાં રહેલી તટસ્થતા અને ચીવટ ને ખરેખર સલામ કરવી જોઈએ.. મને જેવી રીતે પદ્મ માટે પસંદ કરવામાં આવી છે તેવી જ રીતે અબતક એવોર્ડ વિજેતા બહેનો ને પણ ભવિષ્યમાં પુરસ્કારો મળશે તેઓ મને વિશ્વાસ છે

અબતકના અહેવાલ નું વાંચન કરી હીરીબેને પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે મારા માટે અબતક નારી રત્ન એવોર્ડ “શુકનવંતું” બન્યું છે અને મને અબતકની પારખું આપ્યું એ જાંબુર થી રાજકોટ અને દિલ્હી સુધી પહોંચવામાં નિમિત બની છે તેમણે પદ્મ એવોર્ડ માટે પોતાના નોમિનેશન અંગે પ્રસન્નતા વ્યક્ત કરી જણાવ્યું હતું કે મારી સેવા ની કદર થઈ અને જીવનમાં એક જ લગન છે કે હું જીવનભર સમાજ સેવામાં કામ આવી શકું,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.