બાળપણથી અદાકારીમાં કાઠું કાઢનાર દર્શન ભાવિ સુપરસ્ટાર બનશે
દામનગરના વતની અને સુરત રહેતા ફિલ્મ બુઝોમાં બાળકોને ઘેલું લગાડનાર દર્શનની બીજી ફિલ્મ હમ દો, હમારે બારહ રિલીઝ માટે તૈયાર થઇ ચુકી છે.
દામનગર પર દાદા રઘુવંશી રત્ન સ્વ તુલસીદાસ કાળીદાસ ખખ્ખર પરિવાર ના (બુધાભાઈ) અનંતરાય તુલસીદાસ ખખ્ખર ના પૌત્ર દામનગરમાં સામાન્ય કરિયાણાની દુકાન છોડી સુરત ને કર્મભૂમિ બનાવી રહેતા ખખ્ખર પરિવારના પર્વ ને લોકડાઉને લોકપ્રિય અદાનો અદાકાર બનાવ્યો.
ફિલ્મમાં કામ કરનારા પર્વ ખખ્ખર ના માતા રિદ્ધિબેન ગૃહણી છે બ્યૂટિપાર્લર ચલાવે છે પિતા નીરવ અનંતરાય ખખ્ખર હાર્ડવેર ની દુકાન ચલાવે છે “ધ વિલેજ ઓફ બુઝો” 30 મિનિટની ફિલ્મ તો બાળકો માટે યાદગાર અનુભવ સમાન બની છે. આ ફિલ્મમાં ટીવી એક્ટર મનીષ વાધવા અને સુહાસી ધામીને તો મોટા ભાગના લોકો ઓળખતા હશે પરંતુ મુખ્ય પાત્ર એટલે કે બુઝોનો રોલ કરનાર પર્વ ખખ્ખરને ભાગ્યે જ કોઈ ઓળખે છે માત્ર એટલું જ નહીં તેનું નામ પણ ભાગ્યે જ કોઈ જાણે છે.
આ ફિલ્મમાં બુઝોનું જે પાત્ર છે ને પર્વ રિયલ લાઇફમાં પણ એવો જ છે તે સતત પ્રશ્નો કરતો જ રહે છે તે મારી દરેક વાત માને છે ક્યારેક જીદ કરે છે તે મને તમે જ કહીને સંબોધે છે. ફિલ્મમાં માતા-પિતાથી છુપાઈને જે રીતે બુઝો ચાલ્યો જાય છે તેનાથી ઉલટું પર્વને હું ના પાડી દઉં કે નથી જવું બહાર તો તે ન જાય આ સીન કરતા પહેલા રડી પડ્યો હતો બુઝો ફિલ્મના શૂટિંગ સમયે થયેલા યાદગાર કિસ્સા અંગે રિદ્ધી ખખ્ખરે કહ્યું કે ભેંસ પર બેસવાના સીનમાં તે રડી પડ્યો કે હું ભેંસ પર નહીં બેસુ મને ડર લાગે છે ઝાડ પર બેસવાનું અને ફિશ પકડવાનું એ બધા સીન જોઇને મને લાગ્યું કે પર્વ કેમ કરશે આ બધું? જો કે આમ છતાં પર્વ એ બધા જ સીન સરળતાથી કર્યા હતા પર્વને શૂટિંગ પછી ગાડીમાંથી રૂમ સુધી લઈ જવામાં ખૂબ મુશ્કેલી રહેતી એટલે તે ગાડીમાં જ ઉંઘી જતો હતો. પર્વની બીજી ફિલ્મ હમ દો, હમારે બારહ રિલીઝ માટે તૈયાર છે.