18001232219 અથવા 18001026322 ઉપર ફરિયાદ કરી શકાશે
પાઈપલાઈનમાંથી થતી ઓઈલ ચોરીને અટકાવવા માટે ઈન્ડિયન ઓઈલ દ્વારા પ્રોત્સાહક યોજના જાહેર કરવામાં આવી હતી. ઓઈલ ચોરી કરનાર અંગે માહિતી આપનારને પુરસ્કાર આપવામાં આવશે આ માટે બે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યા છે.
પેટ્રોલીયમ પદાર્થોનું વહન કરતી ભૂગર્ભ પાઈપલાઈનમાં છેદ કરી અસામાજિક તત્વો ઓઇલ ચોરી અને અન્ય ગેરકાયદેસર કૃત્યો કરે છે, જેને લીધે થતા ઓઇલ લીકેજથી ઘણી વાર આગ લાગવાના બનાવો બને છે, અને પર્યાવરણને વ્યાપક નુકસાન થાય છે.
આવી ઘટનાઓ બનતી અટકાવવા માટે ઇન્ડિયન ઓઇલ કંપનીએ નવતર પ્રકારની ટેકનિકલ સીસ્ટમ તૈયાર કરી છે, જેને લીધે ઘૂસણખોરીના ચોકકસ સ્થાનને ઓળખી મોટી દુર્ઘટના બનતી અટકાવી શકાય છે, અને પર્યાવરણની સુરક્ષા થઇ શકે છે. ઓઇલ ચોરીની ઘટના ધ્યાને આવ્યા બાદ સંબંધિતો સામે સ્થાનિક પોલીસમાં એફ.આઈ.આર. નોંધી દોષિતો સામે સખ્ત કેદની સજાની કાર્યવાહી કરવામા આવશે.
આવા પ્રયાસો અંગે જાણકારી આપનારને ઈન્ડિયન ઓઈલ દ્વારા પુરસ્કાર પણ આપવામાં આવશે. ઓઇલ પાઈપલાઈનની નજીકના વિસ્તારોમાં રહેતા નાગરિકોને આવી કોઇ પણ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અંગે સતર્ક રહેવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃતિની ઈન્ડિયન ઓઈલ અને સ્થાનિક પોલીસ અધિકારીઓને (ટોલ ફ્રી) -18001232219: 18001026322 નંબર પર જાણ કરવા ઇન્ડિયન ઓઇલ તરફથી અનુરોધ કરવામાં આવે છે. આવી ગેરકાયદે ઘૂસણખોરીની માહિતી આપનાર નાગરિકોની ઓળખ ગુપ્ત રાખવામાાં આવશે.