રાજકોટ શહેરના પોલિસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગહલૌતે રાજકોટ શહેરની વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લઇ રાજકોટ શહેર પોલિસ કમિશ્નરેટ વિસ્તારમાં તા.૧-૧૧ થી ૩૧.૧૨ સુધી તમામ પ્રકારના શસ્ત્રો સાથે રાખીને ફરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.તદુપરાંત, હથિયારો લઇને જાહેર જગ્યામાં જવા પર,હવામાં ફાયર કરવા પર, વ્યકિતઓના સમુદાયમાં લઇ જવા પર, સ્ફોટક પદાર્થો અને સરઘસ સાથે સળગતી મશાલ લઇ જવા પર અને વ્યકિતઓના પૂતળા બાળવા પર, પ્રાઇવેટ સિકયોરિટીના માણસોને હથિયાર લઇ જાહેરમાં જવા પર તથા લોકોને બુમ પાડવા, ગીતો ગાવા અને વાદ્યો વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.

સરકારી અથવા અર્ધસરકારી નોકરી અથવા કામગીરી હોય તેમને, જેના ઉપરી અધિકારીઓએ કોઇ હથિયાર લઇ જવા ફરમાવ્યુ હોય અથવા કોઇ હથિયાર લઇ જવાની જેની ફરજ હોય તેમને તથા સ્મશાનયાત્રા અને વરઘોડાને આ પ્રતિબંધાત્મક હુકમ લાગુ પડશે નહિ. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.