બોલિવૂડ અભિનેત્રી થિયા અથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલે 23 જાન્યુઆરીએ ખંડાલામાં ધામધૂમથી લગ્નગ્રંથીમાં જોડાયા હતા. બંનેએ એક ખાનગી સમારંભમાં સાત ફેરા લીધા. આ પછી, લગભગ 8 વાગ્યે, બંનેએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને લગ્નની સુંદર ઝલક બતાવી.
આ તસ્વીરોમાં બંને ક્યારેક હાથ પકડીને તો ક્યારેક એકબીજામાં ખોવાયેલા જોવા મળ્યા હતા. આ સાથે બંનેએ મીડિયા સામે ક્યૂટ અંદાજમાં પોઝ આપ્યા હતા. લગ્નમાં ફિલ્મ અને ક્રિકેટ ઈન્ડસ્ટ્રીમાંથી માત્ર અમુક જ લોકોએ હાજરી આપી હતી
ક્યારે હશે બન્નેનું રીસેપ્શન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને આઈપીએલ પછી મુંબઈમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે. સુનીલ શેટ્ટીએ જણાવ્યું કે લગ્ન પછી તરત જ રિસેપ્શન થવાનું નથી. તેણે કહ્યું કે અથિયા અને રાહુલ બંનેના વ્યસ્ત શેડ્યૂલને કારણે રિસેપ્શન IPL 2023 પછી યોજાશે.
દીકરીના લગ્નમાં પિતા થયા ભાવુક
કોઈપણ દીકરીના લગ્ન હોય એક પિતા ભાવ ન થાય તેવું તો બને નહીં ત્યારે સેટી ના લગ્નમાં સુનિલ શેટ્ટી ભાવુક થયા હતા અને તેણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું સસરા નહીં કે રાહુલના પિતા બનવા માંગુ છું. સુનીલ શેટ્ટી પોતાની દીકરીના લગ્નનમાં સાઉથ ઇન્ડિયન લુકમાં જોવા મળ્યા હતા જેમાં તેમને કુર્તો અને ધોતી પહેરી હતી અને ગાળામાં માળાઓ પહેરી હતી. લગ્નમાં સાઉથ ઇન્ડિયન ફ્યુઝન રાખવામાં આવ્યું છે. લગ્નમાં મહેમાનોને પ્લેટ્સમાં નહીં, પરંતુ ટ્રેડિશનલ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં કેળનાં પત્તાં પર ભોજન પીરસવામાં આવ્યું હતું.
અથિયા તથા રાહુલના લગ્ન સંપન્ન થયા બાદ સુનીલ શેટ્ટી દીકરા અરહાન સાથે ફાર્મહાઉસની બહાર આવ્યો હતો. સુનીલ શેટ્ટીએ મીડિયાનો આભાર માન્યો હતો અને મીડિયાને મીઠાઈના બોક્સ આપ્યા હતા. તેમને કહ્યું હતું કે લગ્નના રિસેપ્શનમાં ત્રણ હજાર મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં બોલીવુડ, સ્પોર્ટ્સ બિઝનેસ અને રાજકીય દુનિયાની અનેક હસ્તીઓ સામેલ થશે
કોણ-કોણ શામેલ થયા હતા અથીયા અને રાહુલના લગ્નમાં
લગ્નમાં લગ્ન મંડપને સફેદ ફૂલોથી સજાવવામાં આવ્યો હતો. આ ગ્રાન્ડ વેડિંગમાં અનેક ક્રિકેટર અને બોલીવુડ સ્ટાર સામેલ થયા હતા. જેમાં ક્રિકેટર ઈશાંત શર્મા વરૂણ એરોન અર્જુન કપૂરની બહેન અનસુના કપૂર ક્રિષ્ના શોપ નો સમાવેશ થાય છે. લગ્નમાં બોલાવવામાં આવેલ તમામ મહેમાનોના હાથે લાલ બેન્ડબાજા માં આવ્યો હતો જેથી કરીને ખ્યાલ આવે કે કયા મહેમાનોને આમંત્રિત કર્યા છે અને બેન્ડ વગર કોઈપણ અંદર જઈ શકે નહીં.