૨૧મી સદીમાં લોકો સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરતા થયા છે. સો.લાઈફના ફ્રેન્ડ વધુ બનવતા થયા છે. જેમ લોકો અપગ્રેડ થઈ રહ્યા છે તેમ આરોપીઓ પણ અપગ્રેડ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા મારફતે લોકોને છેતરવાના નવા કીમિયા અપનાવતા હોય છે ત્યારે રાજ્યમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઇન્સ્ટાગ્રામની મિત્રતા મારફત મહિલા પાસે શખ્સ અભદ્ર માંગણી કરતો હતો. મિત્રતા થયા બાદ  મેસેજથી વાત આગળ વધી હતી અને એક દિવસ હોટલ રૂમમાં મળતા યુવકે યુવતીઓના અંગત પળોના ફોટા પાડયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના વડોદરાની જ્યાં સપ્ટેમ્બર ૨૦૨૨માં યુવતીના ઇન્સ્ટાગ્રામ આઇ ડી પર કરન નિક્રમ નામથી એક ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી જે મહિલાએ સ્વીકારી હતી.  ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકાર્ય બાદ કરન અવારનવાર મેસેજ મોકલતો.આ દરમ્યાન આ કરન નિકમે મારી પાસેથી મોબાઇલ નંબર મેળવ્યો હતો અને તેમની વચ્ચે મેસેજમાં વાતચીત થતી હતી.

૩૦ વર્ષીય યુવાને ૪૩ વર્ષીય પરિણીતા સાથે કરી મિત્રતા

ઇન્સ્ટાગ્રામ મારફતે એકબીજા સાથે સબંધમાં આવનાર મહિલા પરણિત હતી જેને એક બાળક પણ છે અને આરોપી જે મહિલાને સબંધ રાખવા માટે ધમકી આપતો હતો.

સપ્ટેમ્બર -૨૦૨૨થી ડીસેમ્બર ૨૦૨૨ સુધી મહિલા કરનને મળવા બરોડા ડેરી સર્કલ તથા લાલ બાગ ગાર્ડન ખાતે જતી હતી. ત્યારે એક વખત તરસાલી હાઇવે ખાતે આવેલી એક હોટલ જેના નામ ઠામ કે જગ્યાની યુવતીને ખબર નહોતી ત્યાં લઇ ગયો હતો અને અંગત ફોટા પાડયા હતા. યુવતીએ ફરિયાદમાં તેમ પણ જણાવ્યું હતું કે આ વાતની જાણ ન હતી કે આ કરન મારી સાથે મિત્રતા કેળવીને મારું શારીરિક,માનસિક તેમજ આર્થીક શોષણ કરવાના ઇરાદાથી અમારાથી મિત્રતા રાખી હશે.

અંગત ફોટા પડ્યા બાદ કરને કરી અભદ્ર માંગણી

ફરિયાદી મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે કરન નિકમ સાથે મહિલાએ મિત્રતા પુર્ણ કરવાનું વિચાર્યું ત્યારે આ વાતની જાણ કરનને કરતા તેણે મહિલાને ધમકી આપી કે હુ આપણા અંગત ફોટા અને મેસેજ તારા પતિન મોકલી તને સમાજમાં બદનામ કરીશ.જેથી આ વાત અમોએ અમારા પતિને જણાવતા મારા પતિને મારા પર અવિશ્વાસ થતા અમારી વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ.મે આ બાબત કરનનાને સાથે વાત કરતા તેના પુત્રને સમાજાવવાને બદલે અમારા સાથે ઉધ્ધતાઇ ભર્યુ વર્તન કર્યું અને ધમકી આપી કે મારા પુત્ર સાથે તારે સંબંધ રાખવા પડશે નહી તો મારો પુત્ર તને સમાજમાં બદનામ કરશે.

મહિલાએ ગભરાઈને આ વાત અમારા પતિને જણાવી ત્યારે આ દરમ્યાન મહિલાએ કરનને ઘણીવાર સમજાવવા પ્રયન્ત કર્યા પરંતુ તે સમજ્યો નહિ અને  મહિલા પર નજર રાખી તેનો પીછો કરતો હતો. ૨૫/૧૨/૨૦૨૨ના રોજ તરસાલી શાક માર્કેટ શાકભાજી લેવા ગયેલ ત્યારે તેણીનો ફરી પીછો કરી ધમકી આપેલ કે જો તુ મારી સાથે સંબધ નહી રાખે તો હુ આપણા ફોટા અને મેસેજ વાયરલ કરી દઈશ. કરને મહિલાને  ૨૭/૧૨/૨૦૨૨ ના રોજ તેના પિતાના નંબર પ રથી કોલ કરી અભદ્ર વર્તન કર્યું અને અમારા પતિને તથા અમારા પુત્ર ને જાનથી મારવાની ધમકી આપેલ હોય. આ જ દિવસે સવારે ક.૧૧/૦૦ વાગ્યે કરન નિગમ અમારા પતિ ની ગેરહાજરીમા અ મારા ઘરે અમોને ઘરની બહાર બોલાવી અમોને સંબંધ રાખવા ધમકી આપેલ.જેથી આજરોજ અત્રે મકરપુરા પોલીસ સ્ટે શન ફરીયાદ આપવા આવેલ છે. પોલીસે ફરિયાદના આધારે કરણ નિકમ અને તેની માતા દક્ષાબહેન સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.