અત્યાર સુધી 1.13 લાખ વિદ્યાર્થીઓએ ગુજકોટ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું: હજુ ઘણા વિદ્યાર્થીઓ ફોર્મ ભરવામાં બાકી હોય, મુદત વધારાઈ

રાજયની  ઈજનેરી અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે  શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી  ગુજકેટ માટેના ફોર્મ ભરવાની મુદત 20મીએ પૂર્ણ થતી હોઈ  બોર્ડ દ્વારા પાંચ દિવસનો  વધારો   કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે  વિદ્યાર્થીઓ ગુજકેટ  માટે 25 જાન્યુઆરી સુધી ફોર્મ  ભરી શકશે. રાજયના હજુ ઘણા વિદ્યાર્થીઓના ગુજકેટના ફોર્મભરવાના  બાકી હોવાનું   બોર્ડના   ધ્યાને આવતા આવા વિદ્યાર્થીઓને  અન્યાય ન થાય તે માટે બોર્ડ દ્વારા મુદત વધારો  કરાયો છે.   અત્યાર સુધી ગુજકેટ માટે રાજયના 1.13 લાખ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું સામે આવ્યું છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી ઈજનેરી,  ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમાં ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે દર વર્ષે  ગુજકેટ લેવામાંઆવે છે. ગુજકેટમાં એ ગ્રુપ, બી ગ્રુપ અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી શકતા હોય છે. શિક્ષણ બોર્ડ દ્વારા 6 જાન્યુંઆરીથી ગુજકેટ આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરી હતી. અને વિદ્યાર્થીઓને 20 જાન્યુઆરી  સુધીમાં  રજીસ્ટ્રેશન કરીલેવા  માટે તાકીદ કરી હતી. દરમિયાન રજીસ્ટ્રેશનની મુદત શુક્રવારે પૂર્ણથઈ હતી જોકે, મુદત પૂર્ણ થયા બાદ પણ હજુ ઘણા વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન બાકી રહી ગયા હોવાનું શિક્ષણ બોર્ડના ધ્યાનમાં આવ્યું હતુ.

જેથી આવા વિદ્યાર્થીઓ મહત્વની પરીક્ષાથી વંચિત ન રહી જાય તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધારો   કરવાનો નિર્ણય લીધો છે. જે મુજબ હવે ગુજકેટ માટે વિદ્યાર્થીઓને 25 જાન્યુઆરી સુધી ઓનલાઈન ફોર્મ  ભરી શકે તેવી વ્યવસ્થા   બોર્ડ દ્વારા   કરવામાં આવી છે.  20 જાન્યુઆરી સુધી બોર્ડ ફોર્મ ભરવાની મુદત આપી હતી.  ત્યાં સુધીમાં રાજયના 1.13 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી દીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.