ઠંડકની રાણી તરીકે ઓળખાતી કુદરતી વનસ્પતિ એટલે વરીયાળી. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનાં દિવસોમાં ગોળ અને વરીયાળી. વરીયાળીનાં ઠંડક આપવાનાં ગુણને આપણાં આયુર્વેદે સ્વિકાર્યો છે એટલે અંશે તેની જાણકારી સર્વ સ્વિકૃત છે. પણ આ સિવાય તેનાં ગુણધર્મો વિશે લોકો અજાણ હોય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનાં દિવસોમાં ગોળ અને વરીયાળીનું સરબત પીવામાં આવે છે.
સફેદવાળની સમસ્યા ધરાવતી સ્ત્રીઓ રોજ વરીયાળી અને સાકરનું પાણી પીવાનું શરુ કરે તો મહિના દિવસમાં સફેદવાળની સમસ્યા દૂર થવા માંડે છે.રાત્રે વરીયાળી પલાળીને સવારે જીણા કપડાથી તેનું પાણી ગાળીને તેનાથી રોજ આંખો ધોવાથી આંખોનું તેજ વધે છે.
ચશ્માના નંબર ઉતરે છે. જે સ્ત્રીઓને તજા ગરમી એટલે કે ત્વચાની ગરમી રહેતી હોય અને એને કારણે પગની એડી ફાટી જવી, ગર્ભ ન રહેવો, અનિયમિત અને વધુ માસિક આવવાની સમસ્યાથી છૂટકારા માટે સાકર અને વરિયાળીનું ચૂર્ણ ફાકવુ જોઇએ. તજા ગરમી અને કોઠાની એટલે કે પેટની, આંતરડાની ગરમી દૂર કરવા, ગરમીને કારણે થતા ગુમડા મટાડવા, યાદ શક્તિ વધારવા મગજને ઠંડુ રાખવા આમ શરીરની પ્રાકૃતિક ઉષ્ણાંત ઘટાડવા માટે વરીયાળી જેવું ઉત્તમ અને સસ્તુ ઔષધ એક પણ નથી.
અપચાની સમસ્યા દુર થાય છે
જો તમે પેટની સમસ્યાથી પરેશાન છો, તો પેટ ખરાબ થવા માટે વરિયાળીનો ઉકાળો લો. આનાથી તમે ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓથી બચી શકો છો. આ સાથે પેટની માંસપેશીઓ પણ શાંત થાય છે. મોમાં આવતી દુર્ગધ દૂર કરવા મુખવાસ અપાય છે.
દૂધનો સ્વાદ વધારવો
જો તમને દૂધ પીવું ન ગમતું હોય તો તેમાં વરિયાળી નાખીને ઉકાળો અને પીવો. તેનાથી દૂધ સ્વાદિષ્ટ બનશે. આ સાથે તમારા સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે.
કોઈ પણ વસ્તુનો પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે