શેઠ લોગો કા ગેમ
આર.બી.એલ. થકી વ્યવસાય તથા ઔધોગિક વિચારોની આપ લે
રાજકોટમાં તા.19થી 22 જાન્યુઆરી દરમિયાન બી.એન.આઈ. રાજકોટ તથા મોરબી, જામનગર, ગાંધીધામ રીજીયન વચ્ચે તા.19 મીએ તેમજ તા.20 થી 22 રાજકોટ રીજીયનની 6 ટીમો વચ્ચે રાજકોટ બિઝનેસ લીગ ક્રિકેટ સીઝન-3નું સુંદર આયોજન ગારડી કોલેજ ખાતે કરવામાં આવ્યુ છે.
ગઈકાલે રાજકોટ બિઝનેસ લીગનું ઉદ્ઘાટન ધારાસભ્ય દર્શીતાબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ લીગનું આયોજન છેલ્લા બે વર્ષથી ગારડી કોલેજ ખાતે કરવામાં આવે છે જેમાં રાજકોટના ઉદ્યોગપતિઓ ભાગ લે છે. આ વખતે છ ટીમ અને કુલ 90 ખેલાડીઓએ આ લીગમાં ભાગ લીધો છે.પ્રોફેશનલ મેચની જેમ જ ડીજે,સાઉન્ડ, લાઇટ, એલઇડી, યુ-ટયુબ લાઇવ, ઓનસાઇટ મેડિકલની સુવિધા તેમજ દરેક નાનામાં નાની મેચને લગતી સુવિધાઓ ટીમને પૂરી પાડવામાં આવે છે.
6 ટીમમાં દરેક ટીમને ટીમ વાઇઝ ફ્રી કોમ્પ્લીમેન્ટરી સ્પોર્ટસ યુનિફોર્મ એનાયત કરવામાં આવ્યા હતા. દરેક મેચ પછી મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેટ્સમેન ઓફ ધ સિરીઝ, બોલર ઓફ ધ સિરીઝ તેમજ ચેમ્પિયન ટીમને વિવિધ ઇનામોથી નવાઝવામાં આવશે. ક્રિકેટ સ્પોર્ટસની સાથે સાથે બિઝનેસ પણ મેમ્બર્સને મળી રહે તેમજ મેમ્બર્સ એકબીજાને મળીને નેટવર્કિંગ કરી શકે તે માટેની આ રાજકોટ બિઝનેસ લીગ ક્રિકેટ સીઝન-3નું આયોજન કરેલ છે.
રાજકોટના બધા ઉધોગપતિઓ એક સાથે મળીને આઈપીએલની જેમ એક ક્રિકેટ લીગ રમે તેવી ઈચ્છા વ્યકત કરી હતી. સાથો સાથ ઉધોગપતિઓએ તન, મન સ્વચ્છ રહે અને એક ખેલનો માહોલ મળી રહે તેવા પ્રકારનું આયોજન કરવામાં આવતા ઉધોગપતિઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો.
લીગનો મુખ્ય હેતુ બધા એકબીજા સાથે હળીમળીને રમે,બધા વચ્ચેના સંબંધ વધે:રાજેશભાઈ સાવનિયા
અબતક સાથેની વાતચીતમાં બી.એન.આઈ.ના કમિટી મેમ્બર રાજેશભાઈ સાવનિયા જણાવે છે કે,અમે આ આયોજન છેલ્લા ત્રણ વર્ષથી કરીએ છીએ.6 ટિમ અને 90 ખેલાડી આ લીગમાં ભાગ લઇ રહ્યા છે.વર્ચ્યુઅલ મની દ્વારા આ ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી.આ લીગનો મુખ્ય હેતુ બધા એકબીજા સાથે હળીમળીને રમે,બધા વચ્ચેના સંબંધ વધે અને એના દ્વારા ધંધો વધારવાની તક મળે એ છે.રાજકોટ રિજીયનના 400 મેમ્બરોમાંથી 90 મેમ્બરોની કુલ 6 ટિમ વચ્ચે આગામી 4 દિવસ આ લીગ રમાડવામાં આવશે.આગામી તા.22 ના રોજ આ લીગની ફાઇનલ મેચ રમાડવામાં આવશે.જે ટિમ ફાઇનલ મેચ જીતે તેને રૂ.1 લાખનું ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે.અહીંયા જે બિઝનેસમેન રમવા આવે છે તે બીજા બિઝનેસમેનને આમંત્રિત કરે છે અને અમારી વિઝીબિલિટી વધે છે.
તન-મન સ્વસ્થ રહે અને એક ખેલનો માહોલ મળી રહે એ પ્રકારનું આયોજન: ડો.સુરશી બારડ
અબતક મીડિયા સાથે થયેલી ખાસ વાત સીનર્જી હોસ્પિટલના સીઈઓ ડો.સુરશી બારડ જણાવે છે કે,સીનર્જી આર.બી.એલ. લીગ કે જેનું છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટ ખાતે આયોજન થઈ રહ્યું છે,તેમાં અમે મુખ્ય સ્પોન્સર તરીકે છીએ ખાસ કરીને આ લીગમાં બધા બિઝનેસમેનો અને બી.એન.આઇ. મેમ્બરો સાથે મળે છે અને એકબીજા સાથે નેટવર્કિંગ નો એક માહોલ હોય છે અને ખેલ સાથે બિઝનેસ પણ થાય છે.શારીરિક સ્વાસ્થય હાલ ખૂબ જરૂરી બન્યું છે,તંદુરસ્ત શરીરમાં જ સ્વસ્થ મન રહેલું છે,તો આ ઇવેન્ટમાં તન અને મન સ્વસ્થ રહે અને એક ખેલનો માહોલ મળી રહે એ પ્રકારે આ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે.
આર.બી.એલ.લીગમાં બિઝનેસનો વ્યાપ વધે છે: જયદીપભાઈ વોરા
ફિનિક્સ રિસોર્ટ ના જયદીપભાઈ વોરા અબતકને જણાવે છે કે, આર.બી.એલ. એ શેઠ લોગો કા ગેમ છે,જ્યાં રાજકોટના બધા બિઝનેસમેન ભેગા થાય છે અને સાથે મળીને રમે છે.ફિનિક્સ રિસોર્ટ હોસ્પિટલીટી પાર્ટનર તરીકે ત્રીજી સીઝનમાં આર.બી.એલ. સાથે જોડાયેલા છીએ.આ આર.બી.એલ. લીગનો બેનિફિટ એ થાય છે કે જે અહીંયા બિઝનેસ નો વ્યાપ વધે છે,અલગ અલગ ઉદ્યોગપતિઓ સાથે મળવાનો મોકો મળે છે.ક્રિકેટ એ એવી ગેમ છે જેમાં બધા એક સાથે એક ટીમ તરીકે કામ કરે છે અને બધા સાથે પરિચય થાય છે.વર્ષો વર્ષ આ રીતે આર.બી.એલ. લીગનું આયોજન થતું રહે અને અમે તેની સાથે જોડાયેલા રહીએ.
એવું લાગી રહ્યું છે કે આઈ.પી.એલ. જેવી જ ઇવેન્ટ રાજકોટમાં થઈ રહી છે:નિશાંતભાઈ છગ
એલિગન્ટ વેલ્થ પ્રાઇવેટ લિમિટેડના માલિક નિશાંતભાઈ છગ અબતક ને જણાવે છે કે,અમે આ આર.બી.એલ. ઇવેન્ટના કો.સ્પોન્સર છીએ.આર.બી.એલ. લીગનું આયોજન છેલ્લા 3 વર્ષથી થાય છે અને અમે હંમેશા સાથે જ હોઈએ છીએ.એવું લાગી રહ્યું છે કે આઈ.પી.એલ. જેવી જ ઇવેન્ટ રાજકોટમાં થઈ રહી છે.રાજકોટથી અહીંયા લોકો આ ઇવેન્ટને જોવા આવે છે અને પ્રોત્સાહિત કરે છે.હજુ પણ અમે આ ઇવેન્ટને આનાથી પણ ઊંચા સ્તર સુધી લઈ જશુ.આ ઇવેન્ટ બિઝનેસ નેટવર્ક દ્વારા આયોજિત છે અને બધા બિઝનેસમેન અહીંયા રમવા આવ્યા છે,એટલે આને કહે છે શેઠ લોગો કા ગેમ.
ઉદ્યોગપતિઓને પણ આઈપીએલની જેમ ક્રિકેટ લીગમાં ભાગ લેવાની ઈચ્છા: વિજયભાઈ અઘેરા
વિજયભાઈ અઘેરા અબતક ને જણાવે છે કે, રાજકોટ બિઝનેસ લીગની અમારી આ ત્રીજી સિઝન છે અમે આ જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં આયોજન કરતા હોઈએ છીએ. ઘણા એવા ઉદ્યોગપતિઓની ઈચ્છા હોય છે કે અમારે પણ આઈ.પી.એલ. ની જેમ એક ક્રિકેટ લીગમાં ભાગ લેવો છે તેમાં રમવું છે.આ કોઈ એવી પ્રોફેશનલ લીગ નથી,જે પ્રકારે અન્ય લીગમાં બિઝનેસ થતો હોય છે એ જ પ્રકારે અહીંયા ક્રિકેટના માધ્યમથી અને નેટવર્કિંગના માધ્યમથી આ લીગમાં બિઝનેસ થાય છે.અહીંયા બધા જ ઉદ્યોગપતિઓ એકબીજા સાથે હળી મળીને આ લીગનો આનંદ લે છે અને એકબીજાના ઉદ્યોગનો પરિચય આપે છે.
રાજકોટના ઉદ્યોગપતિઓ સાથે મળીને રમી શકેએ પ્રકારનું આયોજન:શ્યામભાઈ ઘેડિયા
અબતક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં શ્યામ ઘેડિયા જણાવે છે કે,બધાના સાથ સહકારથી અને સ્પોન્સર્સના સહયોગથી આ ઇવેન્ટનું આયોજન થયું છે. આ લીગ સ્પેશિયલી બિઝનેસ ઓનર માટે છે અને જે અમારી બી.એન.આઇ. ની સંસ્થા સાથે જોડાયેલા છે તે બધા સાથેની ઇન્ટર ટુર્નામેન્ટ અમે કરીએ છીએ,આ ચાર દિવસની ટુર્નામેન્ટમાં રાજકોટના જાણીતા ઉદ્યોગપતિઓ સાથે મળીને રમે છે.ચાર દિવસની આ ટુર્નામેન્ટમાં બધા ઉદ્યોગપતિઓ એકબીજાનો પરિચય કરે અને એકબીજા સાથે બિઝનેસને આગળ વધારે તે હેતુથી આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, તથા ફાઇનલ મેચમાં વિજેતાઓને રૂપિયા એક લાખનું ઇનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ કોઈ પ્રોફેશનલ લીગ નથી પરંતુ રાજકોટના બધા ઉદ્યોગપતિઓ એક સાથે મળીને રમી શકે એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.