મહિલાની ત્રણ તોલાની રૂ.80 હજારની કિંમતની બંગળી લઈ ફરાર થઈ જતાં બે શખ્સો સામે નોંધાતો ગુનો
શહેર છેતરપિંડીના અનેક બનાવો સામે આવી રહ્યા છે.ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં મક્કમ ચોકમાં રહેતા મહિલાને બે ગઠીયાઓ લાવી તમારી બંગળી સાફ કરી આપું કહી તેની ત્રણ તોલાની બંને બંગડીઓ લઈ આવો ફરાર થઈ જતા તેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે હાલ સીસીટીવી ફૂટેજ આધારે ગઠિયાઓની શોધખોળ હાથ ધરી છે .
પોલીસમાંથી મળતી વિગતો અનુસાર , જયશ્રીબેન ઘરે રસોડામાં રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે બે અજાણ્યા ગઠીયા ત્યાં ઘસી આવ્યા હતા. જેણે તેને ‘તમારી ટાઈલ્સ કે ધાતુના વાસણને સાફ કરી નવા જેવા કરી આપું કહેતા તેણે ના પાડી હતી. આ સમયે એકે ત્યાં પડેલો ચાંદીનો ગ્લાસ લઈ સાફ કરી તેને બતાવી કહ્યું કે, જોવો કેવો સાફ થઈ ગયો છે, એકદમ નવા જેવોજ થઈ ગયો છે. લાવો તમારી બંગળી પણ સાફ કરી આપુ, એકદમ નવી થઈ જાશે’ કહી તેને વિશ્વાસમાં લીધા હતા.
આથી જયશ્રીબેને તેની રૂા.80 હજારની કિંમતની ત્રણ તોલાની સોનાની બંગળી બંને ગઠીયાને આપતા તેણે તેના ઉપર સફેદ પાવડર લગાવી ‘હમણા જોવો એકદમ નવી થઈ જાશે’ કહી બંને બંગળી એક ડબ્બામાં મુકવા માટે જણાવતા તેણે બંગળીઓ ડબ્બામાં રાખી ડબ્બો પોતાની પાસે રાખી દીધો હતો. ત્યારબાદ તેણે ડબ્બામાં જોતા બંગળીઓ જોવામાંનહીંઆવતા અંતે ફરિયાદ નોંધાવતા એ-ડીવીઝન પોલીસે જયશ્રીબેનના પુત્ર કશ્યપભાઈ દોશી (ઉ.વ.41)ની ફરિયાદ પરથી ગુનો દાખલ તેઓની ઓળખ મેળવવા તજવીજ હાથધરી છે.