ગીરનાર પર્વત પર પારો હજી સિંગલ ડિજિટમાં: નલીયા સહિતના શહેરમાં પારો ઉંચકાતા લોકોને ઠંડીમા રાહત
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં આગામી ત્રણ દિવસ ઠંડીમાં આંશિક રાહત રહેશે. આવતા સપ્તાહે મંગળવારથી ફરી ઠંડીનું જોર વધશે આજે નલીયા સહિતના તમામ શહેરોમાં તાપમાનનો પારો ડબલ ડિજિટમાં પહોંચી ગયો હતો. જયારે ગીરનાર પર્વત પર તાપમાનનો પારો સિંગલ ડિજીટમાં 6.4 ડિગ્રી રહેવા પામ્યો હતો. રાજકોટમાં ગઇકાલની સરખામણીએ આજે લધુતમ તાપમાનમાં સામાનય ઘટાડો નોંધાયો હતો.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આગામી ત્રણથી ચાર દિવસ રાજયમાં ઠંડીમાં રાહત રહેશે. જમ્મુ-કાશ્મીર સહિત ઉતર ભારતના રાજયોમાં બરફ વર્ષા થઇ રહી હોવાના કારણે ર4મીથી કાતીલ ઠંડીનો નવો રાઉન્ડ આવશે. લધુતમ તાપમાનમાં 3 થી 4 િ.ડગ્રીનો ઘટાડો થશે આજે તમામ શહેરોમાં લધુતમ તાપમાનનો પારો ઉંચકાયો હતો. અમદાવાદનું તાપમાન 11.7 ડિગ્રી, અમરેલીનું તાપમાન 12.2 ડિગ્રી, બરોડાનું તાપમાન 13.6 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 14 ડિગ્રી, ભુજનું તાપમાન 11.2 ડિગ્રી, ડાંગનું તાપમાન 11 ડિગ્રી, ડિસાનું તાપમાન 11.4 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 9.7 ડિગ્રી, જુનાગઢનું તાપમાન 11.4 ડિગ્રી, નલીયાનું તાપમાન 11.6 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 11.4 ડિગ્રી, રાજકોટનું તાપમાન 11.7 ડિગ્રી, સુરતનું તાપમાન 14 ડિગ્રી અને વેરાવળનું તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું હતું.આગામી ત્રણથી ઠંડીમાં રાહત રહેશે ત્યારબાદ હાડ થીજાવતી ઠંડીનું જોર વધશે.