અલગ-અલગ 16 જિલ્લાઓમાં કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી જ્યારે 15 જિલ્લામાં કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરાશે

73માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદ ખાતે કરવામાં આવનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી બોટાદમાં 26મી જાન્યુઆરીના ઉજવણીમાં સામેલ થશે. જ્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી રાજકોટમાં સલામી આપશે. રાજ્ય સરકારના 16 મંત્રી અલગ-અલગ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સામેલ થશે. જ્યારે 15 જિલ્લાઓમાં કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરશે.

નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે સત્તારૂઢ હતા ત્યારે તેઓ રાજ્યમાં માત્ર રાજધાની ગાંધીનગર ખાતે જ રાષ્ટ્રીય પર્વની ઉજવણી અલગ-અલગ જિલ્લાઓમાં કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 73માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં કરવામાં આવશે. બોટાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સામેલ થશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી રાજકોટ ખાતે ધ્વજવંદનમાં સામેલ થશે. આ ઉપરાંત નાણામંત્રી કનુભાઇ દેસાઇ સુરત ખાતે, ઋષિકેશ પટેલ અમદાવાદ ખાતે, રાઘવજીભાઇ પટેલ જૂનાગઢ ખાતે, બળવંતસિંહ રાજપુત બનાસકાંઠા ખાતે, કુંવરજીભાઇ બાવળીયા ગાંધીનગર ખાતે, મુળુભાઇ બેરા જામનગર ખાતે, ડો.કુબેર ડિંડોર દાહોદ ખાતે જ્યારે ભાનુબેન બાબરિયા ભાવનગર ખાતે ધ્વજવંદન કરશે.

રાજ્યકક્ષાના મંત્રી હર્ષભાઇ સંઘવી વડોદરા ખાતે, જગદીશ વિશ્ર્વકર્મા મહેસાણા ખાતે, પરસોત્તમભાઇ સોલંકી અમરેલી જિલ્લામાં, બચુભાઇ ખાબડ ખેડા જિલ્લા ખાતે, મુકેશભાઇ પટેલ વલસાડ જિલ્લા ખાતે, પ્રફુલભાઇ પાનસેરિયા કચ્છમાં, ભીખુસિંહ પરમાર સાંબરકાંઠા જિલ્લામાં અને કુંવરજી હળપતી ભરૂચ જિલ્લામાં ધ્વજવંદનમાં સામેલ થશે.

જ્યારે ગીર સોમનાથ, આણંદ, પોરબંદર, પંચમહાલ, નવસારી, તાપી, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, નર્મદા, મહિસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી જિલ્લામાં કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.