કાલે બેઠકોનો ધમધમાટ ,સાંજે રોડ શો યોજાશે
ઉત્તર પ્રદેશને ન્યુ ઈન્ડિયાનું ગ્રોથ એન્જિન બનાવવા અને જીઆઈએ-23માં રોકાણકારોને આમંત્રિત કરવા માટે સીએમ યોગીની ટીમ (મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ) ગુરુવારે સવારે ત્રણ દિવસની મુલાકાતે અમદાવાદ પહોંચી હતી. આ મુલાકાત દરમિયાન આ ટીમ બિઝનેસ ટુ ગવર્નમેન્ટ મિટીંગ, સભાઓ અને રોડ શોમાં ભાગ લેશે. સીએમ યોગીની ટીમ અમદાવાદ ગુરુવારે ધ ક્રાઉન પ્લાઝા હોટેલ ખાતે ટોરેન્ટ ફાર્મા પ્લાન્ટ ફેસિલિટીના પ્રતિનિધિ મંડળને મળી હતી.
આ દરમિયાન તેમણે રાજ્યની યોગ્યતાઓ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં શ્રેષ્ઠ બની રહેલી યોગી સરકારની નીતિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીના સલાહકાર અવનીશ અવસ્થી અને જ્ઞાનેન્દ્ર નાથ સિંહે ટોરેન્ટ ફાર્મા પ્લાન્ટની મુલાકાત લીધી હતી. બીજી તરફ, રમતગમત અને યુવા કલ્યાણ વિભાગના એસીએસ નવનીત સહગલે ટ્રાન્સસ્ટેડિયા ગ્રૂપ અને અમૂલ ગ્રૂપના સીઈઓ જયન મહેતા સાથે મુલાકાત કરી હતી.
અમદાવાદમાં સીએમ યોગીની ટીમમાં કેબિનેટ મંત્રી અરવિંદ કુમાર શર્મા, જિતિન પ્રસાદ અને રાજ્યકક્ષાના મંત્રી જયેન્દ્ર પ્રતાપ સિંહ રાઠોડ છે. જ્યારે વરિષ્ઠ અધિકારીઓમાં MSME અને ટેક્સટાઈલ વિભાગના ACS અમિત મોહન પ્રસાદ, રમતગમત અને યુવા કલ્યાણ વિભાગના ACS નવનીત સહગલ, સીએમ યોગીના સલાહકાર અવનીશ કુમાર અવસ્થી, જ્ઞાનેન્દ્ર નાથ સિંહ, YIDAના એડિશનલ CEO રવિન્દ્ર કુમાર અને UPNEDAના ડિરેક્ટર અનુપમ શુક્લા છે. ન્યુ ઈન્ડિયાના ગ્રોથ એન્જિન તરીકે ઉભરી રહેલા ઉત્તર પ્રદેશની યોગ્યતાઓ વિશે ગુજરાતના ઉદ્યમીઓને માહિતગાર કરવામાં આવશે. ટીમ અમદાવાદ ત્રણ ડઝનથી વધુ દિગ્ગજ ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન મુલાકાત કરશે જ્યારે ઘણા દિગ્ગજ ઉદ્યોગપતિઓ રોડ શોમાં ભાગ લેશે.