સમગ્ર વિશ્વમાં વસ્તા રઘુવંશી પરિવારોના ઈષ્ટદેવ અને હિન્દુ ધર્મ સમ્રાટ વિરદાદા જશરાજના શોર્યદિવસની ઉજવણી માનવ સેવા યજ્ઞ સાથે કરવા રાજકોટ જલારામ રઘુકુળ સાર્વજનીક હોસ્પિટલ ખાતે 22 જાન્યુ. રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
અબતકની મુલાકાતમાં જલારામ રઘુકુળ હોસ્પિટલના સીઈઓ ડો.વાર્ષનેય આપી કેમ્પની વિગતો
અબતકની મુલાકાતમાં હોસ્પિટલના સીઈઓ ડો. હેમતકુમાર વાર્ષનેય ડેવલોપમેન્ટ કમિટીના મયંકભાઈ પાંવ કાળુમામા, કિરીટભાઈ પાંધી, મેહુલભાઈ નથવાણી, અભયભાઈ એ કેમ્પની વિગત આપતા જણાવેલ કે માનવ સેવાના આ યજ્ઞમાં નાતજાત ધર્મના ભેદ ભાવ વિના લોકોની સેવા યજ્ઞ નો લાભ લેવા અપીલ કરી હતી.
જલારામ રઘુકુળ સાર્વજનીક હોસ્પિટલ જે સૌરાષ્ટ્રની એક માત્ર ટ્રસ્ટ સંચાલીત સુપર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ છે. જેના ચેરમેન કેતનભાઈ પાવાગઢી, શૈલેષભાઈ પાબારી, સર્વે ટ્રસ્ટી મંડળ, હોસ્પિટલ સીઈઓ ડો. હેમંતકુમાર વાર્ષનેય તથા હોસ્પિટલની ડેવલોપમેન્ટ કમિટીની જહેમતથી શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલમાં વીર દાદા જસરાજના શોર્યદિન નિમતિે 11મીજાન્યુઆરીના રોજ સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે અને ઓપરેશન અન્ય ચેકઅપમાં 30 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ કેમ્પ તા.22મી જાન્યુઆરી રવિવારે સવારે 9 થી 1 યોજાશે.
આ કેમ્પ માં એમ ડી મેડિસિન, ગાયનેકોલોજિસ્ટ, કેન્સર સર્જન, આર્થ્રોસ્કોપીક સર્જન, સ્કિન સ્પેશ્યાલીસ્ટ, રુમેટોલોજિસ્ટ, કાન નાક ગળા ના સર્જન, જનરલ સર્જન, યુરોલોજિસ્ટ સેવા આપશે.આ કેમ્પ માં ફ્રી ડોક્ટર ક્ધસલ્ટેશન તથા અન્ય રિપોર્ટ ની જરૂર પડે તો 30 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
હોસ્પિટલ માં ફિઝીયોથેરાપી , સીટી સ્કેન, એક્સ – રે, લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. તેમજ હોસ્પિટલમાં આયુષ્માન યોજના હેઠળ કેન્સરની સર્જરી, કીમો થેરાપી, રેડિએશન થેરાપી જનરલ સર્જરી, ન્યુરો સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ડાયાલીસીસ, કાર્ડિયો વાસ્ક્યુલર છે થોરેસિક સર્જરી, પણ કરવામાં આવે છે.
તા.22 મી જાન્યુઆરી રવિવારે સવારે 9 થી 1 દરમ્યાન યોજાનાર કેમ્પ માં નામ નોંધાવવા માટે શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ, પંચવટી સોસાયટી, શ્રીનાથજી ટાવર પાછળ, અમીન માર્ગ રાજકોટ ખાતે અથવા 0281 2450551/52/53 , 88667 73837, 78746 09000 પર સંપર્ક સાધવા જણાવાયું છે. કેમ્પ માં નામ નોંધાવવા ફરજીયાત છે.