૨૫થી વધુ ફલોટસ, મહાઆરતી, મહાપ્રસાદ, રંગોળી, જલારામ ઝુંપડી દર્શન, સંગીત સંધ્યા સહિતના આયોજનો
જલારામ બાપાની ૨૧૮મી જન્મજયંતિ પ્રસંગે જલારામ જન્મજયંતિ સમિતિ દ્વારા આવતીકાલે ૪ કલાકે ચૌધરી હાઈસ્કૂલથી વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં ૨૫થી વધુ ફલોટસ જોવા મળશે. આયોજનમાં મહાઆરતી, મહાપ્રસાદ, રકતદાન કેમ્પ, રંગોળી, જલારામ ઝુંપડી દર્શન અને સંગીત સંધ્યા સહિતના કાર્યક્રમોનો સમાવેશ થયો છે.
જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા પૂ.જલારામ બાપાની ૨૧૮મી જન્મજયંતિ અનુસંધાને યોજાનાર પૂ.જલારામ બાપાની શોભાયાત્રા તા.૨૭/૧૦ને શુક્રવારે બપોરે ૪ કલાકે ચૌધરી હાઈસ્કુલથી પ્રસ્થાન થશે. જલારામ જન્મોત્સવ સમિતિના રમેશભાઈ ઠકકર, પ્રવિણભાઈ કાનાબાર, અશોક હિંડોચા, કલ્પેશભાઈ તન્ના, નવીનભાઈ છગ, મનીષભાઈ સોનપાલ, વજુભાઈ વિઠલાણી, રમણભાઈ કોટક, મનુભાઈ જોબનપુત્રા, મયંકભાઈ પાઉ, હિતેશભાઈ પોપટ, અજયભાઈ ઠકરાર તથા અમરીશભાઈ, દોલતભાઈ ગાદેચા, અમીતભાઈ બુઘ્ધદેવ, વિજયભાઈ તન્ના, દિલીપભાઈ રૂપારેલીયા તથા સર્વે જલારામ ભકતો દ્વારા સર્વેને અપીલ કરવામાં આવેલ છે તથા અડધો દિવસ કામ-ધંધા રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં જોડાવવા જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે. શોભાયાત્રામાં પધારતા સર્વે જલારામ ભકતો માટે ચૌધરી હાઈસ્કુલના પટાંગણમાં પ્રસાદી, જલારામ ભકત દ્વારા આપવામાં આવશે તથા જલારામ બાપાના ખેસ પ્રસાદી સ્વરૂપે આપવામાં આવશે.
પૂ.શ્રી અપૂર્વમુની સ્વામી, શાસ્ત્રીશ્રી હરિપ્રિયદાસ સ્વામી, શાસ્ત્રી પૂર્ણ પ્રકાશ સ્વામીજી, પૂ.શ્રી અનમલિદાસજી બાપુ, શ્રી રામદાસજીબાપુ અને પૂ.શ્રી. બાલદાસજી મહારાજ સહિતના સંતોના વરદ હસ્તે દિપ પ્રાગટય, આર્શીવચન સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. શોભાયાત્રામાં ૨૫થી વધુ ધાર્મિક દાર્શનીક ફલોટ તથા વિશાળ સંખ્યામાં ટુ-વ્હીલર્સ, ફોર વ્હીલર્સ સામે જલારામ ભકતો સામેલ થશે. શોભાયાત્રાનું સમગ્ર રૂટ પર ભાવભર્યું સ્વાગત થશે. જેમાં ચા-ઠંડા પીણા-શરબત પ્રસાદ દ્વારા સર્વે ભાવિકોનું સ્વાગત કરવામાં આવશે. સાંજે ૮ કલાકે શોભાયાત્રા પંચનાથ મહાદેવ મંદિરે પહોંચશે ત્યારે મહાઆરતી રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી તથા સમગ્ર ટીમ દ્વારા આરતી કરવામાં આવશે. જેમાં અનેકવિધ અગ્રણીઓ, જલારામ ભકતો, જલારામ જન્મોત્સવ સમિતિના સદસ્યો ઉપસ્થિત રહેશે. જલારામ બાપાની ઝાંખી, સતીષભાઈ કોટક અને તેની ટીમ દ્વારા કરવામાં આવશે. મહાપ્રસાદ તમામ ભાવિકો માટે યોજાશે. જેમાં જલારામ બાપાની ખીંચડી, કઢી, બુંદી, ગાંઠીયાનો પ્રસાદ પીરસવામાં આવશે. થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે રકતદાન શિબિર યોજાશે. જેમાં સર્વેએ રકતદાન કરવા અપીલ કરવામાં આવી છે.