‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન સંગીત યાત્રાની રોચક દાસ્તાન વર્ણવતા મીત પારેખ
સંગીત સાહિત્ય અને લોકમંચમાં ઉમંગ રોમાંચનો પ્રાણ પૂરનાર તબલાની મહારત ખૂબ જ મહેનત અને રિયાઝ થકી જ મળે પણ ક્યારેક-ક્યારેક ઇશ્વર કૃપાનું વરદાન પણ નાના કલાકારને વિષારદ સુધી પહોંચાડે છે. રાજકોટના તબલા વાદન વિષારદનો તા.21 જાન્યુઆરીએ અરવિંદભાઇ મણીયાર હોલમાં રંગમંચ પ્રવેશ પ્રદર્શનમાં કાર્યક્રમના વન મેન શો એવા મીત પારેખની વિષારદ સુધીની સફરમાં માતાજીની કૃપા નિમિત બની હોવાનું સ્પષ્ટ થયું છે.
‘અબતક’ની મુલાકાતે આવેલા વિક્રમભાઇ પારેખ, રમણીકલાલ પારેખ અને મીત પારેખે જણાવ્યું હતું કે મીત પારેખ 11 સાયન્સમાં એલેનમાં અભ્યાસ કરે છે અને હાલમાં જ બી.એ.સમકક્ષ તબલા વિષારદની ડિગ્રી પ્રાપ્ત કરી છે અને 21મી જાન્યુઆરીએ અરવિંદભાઇ મણીયાર હોલમાં તેનું પ્રથમ પરર્ફોમન્સ હશે.
મીત બાળપણથી ભણવામાં હોંશિયાર છે અને કલા સંગીતમાં રૂચિ રાખી વિષારદ સુધીની સફર નાની ઉંમરે સર કરી, વિક્રમભાઇ જણાવ્યું હતું કે મીત બાળપણમાં ચાર વર્ષની ઉંમરે નોરતામાં માતાજીની ગરબી દરમિયાન સ્ટેજ ઉપર ચડી ગયો અને આપ-મેળે તબલા પર તાલી મારવા લાગતા બાળ મીતને તબલાથી દૂર કરી દીધો…. આ ઘટનામાં મીત પર જાણે કે માતાજીની કૃપા વરસી હોય તેમ સમજણાં થયેલા મીતને તબલા વગાડવાની તાલાવેલી લાગી અને આપ-મેળે પ્રયોગ કરીને તબલા શીખી ગયો.
મીત પારેખે તેમના ગુરૂ રમણીકભાઇ માલકીયા પાસેથી છેલ્લા દસ વર્ષથી તાલીમ લીધી છે. ગુરુજી પોતાની સંસ્થા શ્રી ભારતીય નૃત્ય સંગીત મહાવિદ્યાલય-વિમલનગર-6, પુષ્કરધામ પાછળ, યુનિવર્સિટી રોડ રાજકોટ-5 ખાતે ચલાવે છે. જેમાં છેલ્લા 35 વર્ષથી સંગીતની સેવાઓ કરે છે અને 35 પ્રકારની સંગીત પ્રકારોમાં સક્રીય સેવાઓ આપે છે અને વર્ષે-1000 વિદ્યાર્થીઓ પોતાની સંસ્થામાંથી ‘અખીલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ-મુંબઇ’ મારફત પરીક્ષાઓ આપવા માટે ફોર્મ સંસ્થામાં ભરવામાં આવે છે. બાબુભાઇ પારેખ (કાકા), (બિહારીદાન હેમુભાઇ ગઢવી) મુખ્ય મહેમાનો જીદેહસન શેખ, જીજ્ઞેશભાઇ સુરાણી, વિમલભાઇ રાચ્છ, મનોજભાઇ રાચ્છના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સાથે સાથે કૃણાલ વ્યાસ, ઋષિકેસ પંડ્યા, ઓમ જાની, મંદા પિરાણી પણ પોતાની કલા રજૂ કરશે. અંતમાં વિદ્યાલયના વિદ્યાર્થીઓ સમૂહ તબલા-વાદન કરશે. પદવીદાન સમારોહમાં ગુરૂનું સન્માન કરવામાં આવશે.
જયભાઇ સેવક, કુમારભાઇ પંડ્યા, જ્વલંતભાઇ ભટ્ટ, કીરીટભાઇ વ્યાસ, પિયુષભાઇ હિન્ડોચા, વિમલભાઇ ધામી, દેવેન્દ્રભાઇ દવે, અશોકભાઇ મહેતા, શાંતિલાલ રાણીંગા, સુનીલભાઇ પટેલ, મુકેશભાઇ દોશી, કેતનભાઇ પારેખ, પ્રશાંતભાઇ ગાંગડીયા, હર્ષભાઇ પરીખ, ધર્મેશભાઇ શાહની ઉ5સ્થિતિમાં પ્રથમ સ્ટેજ શો યોજાશે.