26 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમોની વણઝાર
ઉપલેટાના ટોલીયા રોડ ઉપર રાજસ્થાનના પ્રખ્યાત કારીગરો દ્વારા સફેદ માર્બલના પથ્થરોમાંથી સાડાત્રણ વર્ષથી નકશી કામથી કલા કારીગરના નમુનાસમુ જૈન મંદિરનું નિર્માણ થયું છે.
આજે સવારે 10 કલાકે ભગવાનનો વરઘોડો બેન્ડબાજા સાથે નીકળ્યો હતો. જેમાં જૈન સમાજના ભાઇઓ-બહેનો અને યુવાન સહિતના આગેવાનો જોડાશે આજેથી નમવનિર્મિત જૈન મંદિરનું તા. ર6ને ગુરુવાર સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપલેટા જૈન સંઘના પ્રમુખ પ્રવિણભાઇ મહેતાએ યાદીમાં જણાવ્યું છે.