તપાસ એજન્સીએ એનઆઈએ કોર્ટમાં કરેલી ચાર્જશીટમાં દાઉદ અને તેના નેટવર્ક અંગે મહત્વના ખુલાસા કરાયાં
હસીના પારકરના પુત્ર અને અંડરવર્લ્ડ ડોનના ભત્રીજા અલીશાહે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) સામે કેટલાંક મહત્વના ખુલાસા કર્યા છે. અલીશાહે એનઆઈએને જણાવ્યું કે, દાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાનમાં બીજા લગ્ન કરી લીધા છે. આ વાત કોઈ બીજાએ નહીં પણ દાઉદની પહેલી પત્નીએ તેને જણાવી હતી. તો ડોનની બહેના દીકરાએ જ દાઉદની પોલીસ ખોલી નાખી છે. પરંતુ દાઉદે પાકિસ્તાની પઠાણી મહિલા સાથે લગ્ન શા માટે કર્યા છે તે બાબત પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
હાલ પાકિસ્તાન પર ચારેય બાજુથી આતંકવાદી પ્રવૃત્તિઓને લઈને દબાણ ઉભું થઈ રહ્યું છે. બીજી બાજુ પાકિસ્તાન દેવાળીયું થતું જઈ રહ્યું છે. ત્યારે જો પાકિસ્તાન સ્વીકારે કે દાઉદ તેમના દેશમાં છે તો અનેક આતંકવાદી પ્રવૃત્તિઓ બદલ તેનું ભારત સાથે પ્રત્યાર્પણ કરવું જરૂરી છે. ત્યારે દાઉદે પાકિસ્તાની મહિલા સાથે લગ્ન કરી પાકિસ્તાની નાગરિકતા મેળવી હોય જેના લીધે પાકિસ્તાની નાગરિકની પ્રત્યાર્પણની પ્રક્રિયા ખૂબ જટિલ બની જાય તેવી ચાલ સાથે દાઉદે પાકિસ્તાની મહિલા સાથે લગ્ન કર્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
અંડરવર્લ્ડ ડોન અને ગ્લોબલ ટેરરિસ્ટ દાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાનમાં બીજા લગ્ન કરી લીધા છે. તેની બીજી પત્ની પાકિસ્તાનની જ છે અને તે પઠાણ પરિવારની છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીની સામે દાઉદની બહેન હસીના પારકરના દીકરાએ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ આપેલા પોતાના નિવેદનમાં આ ખુલાસો કર્યો છે. ખરેખરમાં એનઆઈએ છેલ્લાં કેટલાંક દિવસોથી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ટેરર નેટવર્કનો ખુલાસો કરતા મુંબઈ સહિત અનેક જગ્યાએ રેડ કરીને કેટલાંક લોકોને ઝડપ્યા હતા. એનઆઈએએ કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં એક ચોંકાવનારો ખુલાસો પણ થયો છે.
એનઆઈએએ દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના દીકરા અલીશાહનું નિવેદન સપ્ટેમ્બર ૨૦૨૨માં નોંધ્યું હતું. જેમાં અલીશાહે કેટલાંક મોટા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. અલીશાહે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, મામા દાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાનમાં બીજા લગ્ન કરી લીધા છે. તેમની બીજી પત્ની પાકિસ્તાનની જ છે અને તે એક પઠાણ પરિવારની છે.
પોતાના નિવેદનમાં અલીશાહે એવું પણ જણાવ્યું છે કે, બીજા લગ્ન કર્યા બાદ દાઉદ ઈબ્રાહિમ વિશ્વને એ જ વાત બતાવી રહ્યો છે કે તેણે તેની પહેલી પત્ની મહજબીનને તલાક આપી દીધા છે. પરંતુ અલીશાહના નિવેદન મુજબ, આવું બિલકુલ નથી.
એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ, બીજા લગ્ન કરવા એ દાઉદની કોઈ ચાલ પણ હોઈ શકે છે. જેથી કરીને એજન્સીઓ પોતાનું ધ્યાન પહેલી પત્ની મહજબીન તરફથી હટાવી શકે.
એજન્સીને અલીશાહે જણાવ્યું કે, દાઉદની પહેલી પત્ની મહજબીન સાથે તેણે જુલાઈ ૨૦૨૨માં દુબઈમાં મુલાકાત કરી હતી. અલીશાહને મહજબીને જ દાઉદ ઈબ્રાહિમના બીજા લગ્ન વિશે વાત કરી હતી. અલીશાહના જણાવ્યા મુજબ, દાઉદ ઈબ્રાહિમની પહેલી પત્ની મહજબીન જ દરેક તકે ભારતમાં બેઠેલા દાઉદના સંબંધીઓ સાથે વોટ્સએપ કોલ દ્વારા જોડાયેલી રહે છે.
દાઉદે ઠેકાણું બદલ્યું: કરાચીના ડિફેન્સ એરિયામાં શિફ્ટ થયો
દાઉદ ઈબ્રાહિમે તાજેતરના ઠેકાણાને લઈને પણ અલીશાહે ખુલાસો કર્યો છે. અલીશાહના જણાવ્યા મુજબ, દાઉદ ઈબ્રાહિમ હવે કરાચીના ડિફેન્સ એરિયામાં અબ્દુલ્લા ગાજી બાબા દરગાહ પાછળ રહીમ ફાકીની પાસે રહે છે. આ નિવેદન દાઉદના ભત્રીજા અલિશાહે એનઆઈએ સમક્ષ આપ્યું છે.
દાઉદે પહેલી પત્ની મહજબીનને તલાક આપ્યા કે કેમ?
પોતાના નિવેદનમાં અલીશાહે એવું પણ જણાવ્યું છે કે, બીજા લગ્ન કર્યા બાદ દાઉદ ઈબ્રાહિમ વિશ્વને એ જ વાત બતાવી રહ્યો છે કે તેણે તેની પહેલી પત્ની મહજબીનને તલાક આપી દીધા છે. પરંતુ અલીશાહના નિવેદન મુજબ, આવું બિલકુલ નથી.એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ, બીજા લગ્ન કરવા એ દાઉદની કોઈ ચાલ પણ હોઈ શકે છે. જેથી કરીને એજન્સીઓ પોતાનું ધ્યાન પહેલી પત્ની મહજબીન તરફથી હટાવી શકે.