સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે આગામી તારીખ 20 જાન્યુઆરી ને શુક્રવારના રોજ 57મો પદવીદાન સમારોહ યોજાવા જઈ રહ્યો છે ત્યારે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ નવનિયુક્ત શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસુરીયા ઉપસ્થિત રહેશે. આ પદવીદાન સમારોહની અંદર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે 126 વિદ્યાર્થીઓને 145 ગોલ્ડ મેડલ એનાયત થશે અને કુલ 43,062 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.
આચાર્ય દેવવ્રતના હસ્તે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે જેમાં જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની મેડીસીન ફેકલ્ટીની એમ.બી.બી.એસ.ની વિદ્યાર્થિની તાન્યા આનંદે હાઈએસ્ટ 508 માર્કસ મેળવતા સૌથી વધુ 10 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. જયારે મેડિસિન ફેકલ્ટીમાં જ માસ્ટર ઓફ સર્જનની જનરલ સર્જન વિષયની વિદ્યાર્થિની ધીરતા કાપડીઆને 3 ગોલ્ડ મેડલ, આર્ટસ ફેકલ્ટીમાં બી.એ. ગુજરાતી વિષયની વિદ્યાર્થિની હેતલ વોરાને 3 તો એમ.એ. અંગ્રેજી વિષયની વિદ્યાર્થિની દિવ્યા ગોપલાણીએ 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે.
14 વિદ્યાશાખાના 43,062 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પદવીદાન સમારોહની અંદર સત્તાધીશોનો કોઈ ડ્રેસકોડ હજુ સુધી નક્કી કરવામાં આવ્યો નથી પરંતુ વિદ્યાર્થીઓને વ્હાઈટ ટોપ-બ્લેક ટ્રાઉઝર પહેરવાની સૂચના આપવામાં આવી છે.
14 ફેકલ્ટીના કેટલા વિધાર્થીઓને પદવી મળશે?