વિસાવદરમાં ત્રણ અને બીલખામાં એક જગ્યાએ દરોડો, 10 લાખનો મુદ્ામાલ કબ્જે, પ્રાંત અધિકારી પર ગોડાઉન સંચાલક અને ઉપસરપંચે હુમલાનો પ્રયાસ કર્યો
વિસાવદરના પ્રાંત અધિકારી કિર્તન રાઠોડે ગરીબોને મફ્તમાં સરકાર તરફથી મળતું રાશન બારોબાર વહેંચાઇ જતું હોય તેવું જાણવા મળેલ હતું. જેથી ગાંમડાઓમાંથી લાવી રીક્ષાઓ બોલેરો ભરીને માલ મોટા ડેલા ધરાવતા બે નંબરના કહેવાતા વેપારીઓને વહેંચતા અને તે લોકો સસ્તામાં ખરીદી કરીને ઊંચા ભાવે ગાડીઓ મોટે માલ બહાર મીલોમાં વહેંચી નાંખતા હોય છે.
પ્રાંત અધિકારી તેમજ મામલતદાર વિસાવદર તેમજ અન્ય સ્ટાફની અલગ-અલગ ટીમ બનાવી વિસાવદરમાં બે જગ્યાએ અને બાજુના ગામ માંડાવડ ખાતે આવેલ ડેલામાંથી બિન કાયદેસર ઘઉં, ચોખાનો જથ્થો રૂા.પાંચ લાખનો જથ્થો પકડી પાડેલ છે અને અનાજ ભરેલ બોલેરો ગાડી રૂા.પાંચ લાખની તેમ મળીને રૂા.10 લાખનો મુદ્ામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ પકડાયેલ જથ્થો સરકારી નિગમના ગોડાઉન ઉપર સીઝ કરી દેવામાં આવેલ છે.
પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ આવી પ્રવૃત્તિ જરાય પણ સાંખી લેવામાં નહીં આવે અને આ બે નંબરનો ધંધો કરનારાઓની સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. બોલેરો ગાડી અનાજ ભરીને ક્યાં લઇ જવાનું પૂછતા તેણે કબૂબેલું કે તે માલ બિલખાના ડેલામાં લઇ જવાનો હતો. પ્રાંત અધિકારી બિલખાના ડેલામાં લઇ જવાનો હતો.
પ્રાંત અધિકારી બિલખા ગયેલ તો ત્યાં તેમની સાથે ગેરવર્તન કરવમાં બીભત્સ શબ્દોનો ઉપયોગ કરી અને હુમલો કરેલ પરંતુ સમય સુચકતા વાપરીને પ્રાંત અધિકારી તેમની ઓફિસ ઉપર આવી ગયેલ અને આ બાબત જુનાગઢ કલેક્ટરને તેમજ એસ.પી.ને જાણ કરેલ તેવા માથાભારે અને ગુંડા તત્વો સામે ફરજમાં રૂકાવટ અને એક મહિલા અધિકારી ઉપર એટેક કરવા બાબતે પોલીસ ફરિયાદ પણ કરવાની માહિતી આપેલ હતી.