ઓકસફેમના રિપોર્ટ મુજબ દેશના 70 કરોડ લોકોની જેટલી સંપત્તિ છે તેનાથી પણ વધુ સંપત્તિ માત્ર 21 ભારતીયોની !!!
સમગ્ર વિશ્વમાં ભારતીય લોકો પોતાનું આધિપત્ય સ્થાપિત કરી રહ્યા છે. એટલું જ નહીં ઉદ્યોગોમાં થતો વિકાસના કારણે ખૂબ ઓછી સંખ્યાના લોકો સમગ્ર ભારત ઉપર પોતાનો આધિપત્ય જણાવ્યું છે ત્યારે ઓક્સફેમના રિપોર્ટ અનુસાર 70 કરોડ ભારતીય લોકોની જેટલી સંપત્તિ છે તેનાથી પણ વધુ સંપત્તિ માત્ર 21 લોકો પાસે જ છે.
વ્રત વર્ષે ધનિકોની સંપત્તિમાં 121 ટકા નો વધારો એટલે કે પ્રતિ દિવસ 3,608 કરોડ રૂપિયા વધી રહ્યા હોવાનું સામે આવ્યું છે. દેશની 62 ટકાથી વધુ સંપત્તિ માત્ર પાંચ ટકા ભારતીયો પાસેજ જ છે. તરફ વ્યાપારમાં વૃદ્ધિ થવાના કારણે વર્ષ 2020 માં ભારતીય ધનાઢયની સંખ્યા 102 હતી જે 2022માં 166 સુધી પહોંચી ગઈ છે.
આંકડાકીય માહિતી અનુસાર ભારતના 100 ધનાઢ્ય લોકોની સંપત્તિ 54.12 લાખ કરોડ રૂપિયા પહોંચી ગઈ છે જે યુનિયન બજેટને 18 મહિના સુધી ફંડ પૂરું પાડવા સક્ષમ છે. બીજું અનુમાન એવું પણ લગાવવામાં આવ્યું છે કે આ તમામ લોકોની સંપત્તિ ઉપર બે ટકા ટેક્સ લાદવામાં આવે તો તે રકમ 40,423 રૂપિયા સુધી પહોંચશે જે કુપોષિત બાળકો ના રક્ષણ માટે આવતા ત્રણ વર્ષ સુધી નાણા પુરા પાડી શકે છે. રિપોર્ટ પ્રસ્તુત કરનાર નાણામંત્રી નિર્મલા સીતારામને રજૂઆત કરતા જણાવ્યું છે કે આવનારા બજેટમાં વેલ્થ ટેક્સ પણ અમલી બનાવવામાં આવે કારણ કે ગરીબ લોકો ઉપર ટેક્સનું ભારણ સૌથી વધુ છે.
14.83 લાખ કરોડ રૂપિયાના જીએસટી આવક માંથી 64% આવક જે ઊભી થાય છે તેમાંથી 50 ટકા જેટલી જીએસટી સૌથી નીચા વર્ગના લોકો ભરી રહ્યા છે એટલું જ નહીં 33 ટકા જીએસટીની આવક 40 ટકા મધ્યમ વર્ગના લોકો ભરે છે, એવીજ રીતે 3 ટકા જીએસટી 10 ટકા લોકો ભરે છે. આગામી દિવસોમાં સરકાર ધનાધ્ય લોકોની સંપતિ ઉપર ટેક્સ લાગુ કરે તેવી રજૂઆત કરવામાં આવી છે.