કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા કહેવતને સાર્થક કરતી અને કચ્છની સુંદરતાથી દર્શકોને મંત્રમુક્ત કરતી ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ.માનસી પારેખ અને પાર્થિવ ગોહિલ દ્વારા નિર્મિત,વિરલ શાહ દ્વારા દિગ્દર્શિત,રાહુલ મલિક દ્વારા લેખિત,રામ મોરીના ડાયલોગ્સ અને સચિન-જિગરના સંગીત દ્વારા દર્શકોને ડોલાવતી આ ફિલ્મમાં રત્ના પાઠક શાહ,દર્શીલ સફારી,માનસી પારેખ,ધર્મેન્દ્ર ગોહિલ,વિરાફ પટેલ જેવા દિગગજ કલાકારોએ આ ફિલ્મમાં પોતાનો સુંદર અભિનય કર્યો છે.
કચ્છની સુંદરતાને ખૂબ સુંદર રીતે બતાવતી છે કચ્છ એક્સપ્રેસ.આ ફિલ્મ મોટેભાગે કચ્છમાં જ શૂટ થઈ છે.કરછના માધાપર,ભુજ,કડીયાદરો વગેરે કચ્છની સુંદર જગ્યાઓમાં કરછ એક્સપ્રેસનું શૂટિંગ થયું છે. 6 જાન્યુઆરી થી આ ફિલ્મ 250 થી વધુ થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મને ખૂબ મોટી સંખ્યામાં દર્શકો નિહાળવા જઈ રહ્યા છે મકરસંક્રાંતિના દિવસે પણ દર્શકોએ આ ફિલ્મને નિહાળી હતી અને થિયેટરોમાં હાઉસફુલના બોર્ડ જોવા મળી રહ્યા હતા.
પહેલા અઠવાડિયે આ એક્સપ્રેસ છે સડસડાટ પાટા પર દોડયા પછી બીજા અઠવાડિયાથી વિદેશમાં પણ આ ફિલ્મને રિલીઝ કરવામાં આવી છે.14 જાન્યુઆરીના રોજ આફ્રિકામાં આ ફિલ્મનો પહેલો શો કરવામાં આવ્યો હતો ત્યારબાદ અમેરિકા,યુ.એ.ઇ., ઓસ્ટ્રેલિયા અને જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ત્યાં આ ફિલ્મને રિલીઝ કરવામાં આવી છે.
આ ફિલ્મમાં કચ્છની સંસ્કૃતિને વણી લેવામાં આવી છે.કચ્છ એક્સપ્રેસ ગુજરાતી ભાષામાં શૂટ થયેલી હોવા છતાં પણ તેમાં અંગ્રેજીમાં સબ ટાઈટલ્સ આપવામાં આવ્યા છે જેથી જે લોકો ગુજરાતી નથી એ પણ આ ફિલ્મને માણી શકે અને સમગ્ર દુનિયામાં બધા લોકો આ ફિલ્મને જોઈ શકે તથા આ ફિલ્મને બહેરા મૂંગા ની ભાષામાં પણ ટ્રાન્સલેટ કરવામાં આવી છે જે ફેબ્રુઆરી મહિના પછી દર રવિવારે સવારના ભાગમાં થિયેટરમાં આ ફિલ્મને તેમની સામે તેમની સાઈન લેંગ્વેજમાં બતાવવામાં આવશે અને એ દર્શકો માટે સ્પેશિયલ શો શરૂ થશે.
કચ્છની સુંદરતા અને અભિનયનો સંગમ એટલે કચ્છ એક્સપ્રેસ : માનસી પારેખ
કચ્છ એક્સપ્રેસ એક ખૂબ સુંદર ગુજરાતી ફિલ્મ જોઈએ છે અમે કચ્છમાં શૂટ કરી છે આ ફિલ્મમાં ખૂબ સુંદર અભિનય કલાકારો દ્વારા કરવામાં આવ્યો છે રત્ના પાઠક શાહ તેમજ દર્શિલ સફારી ની પહેલી ગુજરાતી ફિલ્મ છે તેમજ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ એવા ધર્મેન્દ્ર ગોહિલ તેમજ હું(માનસી પારેખ) છું આ ફિલ્મમાં.હું અને પાર્થિવ ગોહિલ અમે આ ફિલ્મ અમે નિર્માતા છીએ આ ફિલ્મના સચિન જીગર નું સંગીત છે આ ફિલ્મ અમદાવાદના લેખક રામ મોરી ના ડાયલોગ છે તેમજ વિરલ શાહ દેખદર્શિત છે કચ્છ એક્સપ્રેસ. જેમને પણ કચ્છની સુંદરતા જોવી હોય તેમને એક વખત આ ફિલ્મ ચોક્કસપણે જોવી જોઈએ અમે કચ્છમાં માધાપર,ભુજ,કડિયાદરો તેમજ કચ્છની વિવિધ જગ્યાએ આ ફિલ્મને શૂટ કરી છે.
મકરસંક્રાંતિના દિવસે પણ શો હાઉસફુલ હતા : પાર્થિવ ગોહિલ
6 જાન્યુઆરી થી આ ફિલ્મ 250 થી વધુ થિયેટર્સમાં ધૂમ મચાવી રહી છે હાલ સુધીમાં દર્શકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, મકરસંક્રાંતિના દિવસે પણ શો હાઉસફુલ હતા,આ બદલ અમે ગુજરાતીઓનું ખૂબ આભાર માનીએ છીએ. પહેલા અઠવાડિયે આ એક્સપ્રેસ પાટા પર દોડી રહી હતી પરંતુ હવે બીજા અઠવાડિયાથી તે દેશ-વિદેશની જમીન પર પણ ગઈ છે,14 જાન્યુઆરીએ પહેલો શો આફ્રિકામાં થયો હતો ત્યારબાદ અમેરિકા,યુ.એ.ઈ. ઓસ્ટ્રેલિયા અને જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ત્યાં બધે જ કચ્છ એક્સપ્રેસ હવે દોડવાની નહીં પરંતુ ઉડવાની છે.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સોનેરી સમયની શરૂઆત થઈ છે,અમે આ ફિલ્મ પહેલા ગોળ કેરી નામે ફિલ્મ બનાવી હતી જે લોકડાઉન પહેલા 17 દિવસ ચાલી હતી ત્યારબાદ ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર લોકોએ ખૂબ નિહાળી અમે આ બીજી ફિલ્મ બનાવી રહ્યા છીએ.હવે એ સમય દૂર નથી કે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જેમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ મોટા બજેટની ફિલ્મો આપશે.