‘અબતક’ની મુલાકાતમાં કરૂણા ભાવના જતનની ઉન્નતી વિદ્યાલયના આચાર્ય હેમાબેનની સમાજને અપીલ
પતંગ ઉડાડવાના ઉત્સાહમાં ક્યાંક કોઈ પક્ષી કે જીવની જીવાદોરી ન કપાઈ જાય તેનું ધ્યાન રાખવું હવે જરૂરી બન્યું છે ,રાજકોટની ઉન્નતી વિદ્યાલય દ્વારા આજે પતંગ દોરાથી પક્ષી કે માનવીના ગળા ન કપાઈ જાય તે માટે જાગૃતિની રેલીનું એક આગવું આયોજન જેવી પહેલ કરી છે અબતકની મુલાકાતે આવેલ ઉન્નતિ વિદ્યાલયના પ્રિન્સિપાલ હેમાબેન દરજી ,વૈશાલીબેન પુજારા ,તુષારભાઈ જોશી સોનલબેન રાઠોડ યોગીનીબેન રાવત સંદીપભાઈ નકુમે જણાવ્યું હતું કે ચાઈનીઝ દોરીથી પક્ષીઓને માનવીઓ પર જીવલેણ જોખમ ઊભું થયું છે તેની સામે જાગૃતિ માટે અમે વિદ્યાર્થીઓની રેલી મારફત સંક્રાતની પૂર્વ સંધ્યાએ લોકોમાં જાગૃતિ આવે તે માટે એક રેલીનું આયોજન કર્યું છે.
શાળા ઉન્નતિ વિદ્યાલય તથા કરૂણા ફાઉન્ડેશન દ્વારા તા.13/01/2023ના રોજ આજે ગાંધીગ્રામ વિસ્તારમાં એક સલામતી જાગૃકતા અભિયાન રેલીનું આયોજન કરવામાં આવેલ છે.
હાલના સમયને જોતાં ચાઇનીસ દોરા તથા ખરાબ બનાવટનાં દોરાથી અબોલ પક્ષીઓ ઘાયલ થતાં હોય છે તથા આવતા જતાં રાહદારીઓનાં પણ ઇજા/મૃત્યુ થતાં હોય છે. આવા બધા અકસ્માતને ધ્યાને લઇને શાળા ઉન્નતિ વિદ્યાલય તથા કરૂણા ફાઉન્ડેશન દ્વારા એક જાગૃકતા રેલી કાઢવામાં આવી છે.
આવતીકાલે મકર સંક્રાંતિના દિવસે અમારી શાળાનાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સ્વયં સેવક તરીકે કંટ્રોલ રૂમમાં સેવા આપશે.