આખરે બાજપેયીજીનું સપનું સાકાર થયું..!
વિશ્વની સૌથી લાંબી રિવર ક્રુઝ ગંગા વિલાસ ને લીલીઝંડી આપતા વડાપ્રધાન
ગંગા વિલાસ કયાં સ્થળોને આવરી લેશે?
ગંગા વિલાસ પોતાનામાં સૌથી અનોખી ક્રૂઝ સર્વિસ છે, જેમાં 51 દિવસ સુધીના રાઉન્ડમાં પ્રવાસીઓ 50 ટુરિસ્ટ સ્પોટની મુલાકાત કરી શકશે. યાત્રા દરમિયાન ક્રૂઝમાં નેશનલ પાર્ક, નદીના ઘાટ તેમજ પટના, ઝારખંડના સાહિબગંજ, કોલકાતા, ગુવાહાટી સહિતનાં ઐતિહાસિક શહેરો અને વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ પણ જોઈ શકાશે. ક્રૂઝ બાંગ્લાદેશના પાટનગર ઢાકાની પણ યાત્રા કરાવશે.ગંગા ક્રૂઝમાં ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે અગત્યની હેરિટેજ સાઈટ્સની પણ મુલાકાત કરી શકાશે.
યાત્રિકો વારાણસીની ગંગા આરતી તેમજ બૌદ્ધ ધર્મનાં સૌથી મહત્વના કેન્દ્ર સારનાથની પણ મુલાકાત લઈ શકશે. આસામમાં બ્રહ્મપુત્રા નદીમાં આવેલા દુનિયાના સૌથી મોટા રિવર આઈલેન્ડ અને વૈષ્ણવ સંપ્રદાયના કેન્દ્ર માઝુલીમાં પણ ગંગા ક્રૂઝ રોકાણ કરશે. બિહારની ઐતિહાસિક સ્કૂલ ઓફ યોગા અને વિક્રમશિલા યુનિવર્સિટીમાં યાત્રિકો ભારતની આદ્યાત્મિકતા અને જ્ઞાનનાં સમૃદ્ધ વારસાને પણ જોઈ શકશે. ક્રૂઝ બંગાળની ખાડીમાં આવેલી વર્લ્ડ હેરિટેજ સાઈટ સુંદરબન તેમજ આસામનાં કાઝીરંગા નેશનલ પાર્કની પણ સફર કરાવશે.
ગંગા આપણા માટે માત્ર એક જળ સ્ત્રોત નથી પરંતુ તે આપણા પ્રાચીન ઇતિહાસ સાક્ષી છે. આઝાદી પછી ગંગા કિનારાના વિકાસ અટકેલો હતો. અમે તેને વેગ આપ્યો છે.નમામી ગંગેના માધ્યમથી ગંગાજીની નિર્મળતાનું અભિયાન ચલાવ્યુ, બીજી તરફ અર્થ ગંગાનું વાતાવરણ ઉભુ કર્યુ, જે લોકો આધ્યાત્મની ખોજમાં છે તેમને વારાણસી, કાશિ બૌધ ગયા, આઘ્યાત્મની અનુભુતિ કરાવશે. આ ક્રુઝ 25 અલગ અલગ નદીની ધારા માંથી પસાર થશે, જે લોકો અલગ અલગ ભોજનના શોખીન છે તેને આ ક્રુઝ આહલાદક અનુભવ થશે, આ ક્રુઝ ન માત્ર ભારતનું ટુરીઝમ વિકસાવસે, પરંતુ ભારતમાંં રોજગારી પણ વધારશે.ભારતમાં પર્યટનનો એક બુલંદ સમય શરૂ થયો છે અને આ ક્રુઝ તેનું ઉતમ ઉદાહરણ છે, છેલ્લા આઠ વર્ષમાં ભારતે આસ્થાના સ્થળ, તિર્થો અને ઔતિહાસીક સ્થળોના વિકાસમાં ધ્યાન આપ્યું છે.
-
ક્રુઝમાં મુસાફરી કરવા માટે પ્રવાસીઓએ દરરોજનું 25 થી 50 હજાર રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે: વારાણસીથી ડિબ્રુગઢની મુસાફરીમાં લગભગ 20 લાખ રૂપિયાનો ખર્ચ થશે
-
ક્રૂઝ ભારત અને બાંગ્લાદેશના 5 રાજ્યોની 27 નદીઓમાંથી 3200 કિલોમીટરની મુસાફરી કરશે. જેમાં લગભગ 50 દિવસનો સમય લાગશે
-
ક્રુઝમાં સ્નાનગૃહ, ખાસ પથારી, ફ્રેન્ચ બાલ્કની, એક કઊઉ ટીવી, સલામત, સ્મોક એલાર્મ, લાઇફ વેસ્ટ અને સ્પ્રિંકલર્સ જેવી અનેક સુવિધાઓથી સજ્જ
વડાપ્રધાને કહ્યું કે, “આ ક્રૂઝ યુપી, બિહાર, આસામ, બંગાળ અને બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડશે. હું તે તમામ વિદેશી પ્રવાસીઓને ખાસ અભિનંદન આપું છું જેઓ પ્રથમ પ્રવાસ શરૂ કરવા જઈ રહ્યા છે. હું કહીશ કે ભારત તમે કલ્પના કરી શકો તે બધું છે. ક્રૂઝમાં જિમ, સ્પા સેન્ટર, લાઇબ્રેરી અને અન્ય વસ્તુઓ છે. સ્વિટ્ઝર્લેન્ડ અને જર્મનીના 31 મુસાફરોનું એક જૂથ ક્રૂઝમાં સવાર છે અને જહાજના 40 ક્રૂ સભ્યો સાથે ક્રૂઝ માટે રવાના થઈ ગયું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે યુપી, બિહાર, આસામ, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના પ્રવાસ દરમિયાન આ ક્રૂઝ તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડશે. આજે હું તમામ વિદેશી પ્રવાસીઓને અભિનંદન આપું છું જેઓ તેમની પ્રથમ યાત્રા પર જવાના છે. એક પ્રાચીન શહેરમાંથી આધુનિક ક્રૂઝ પર જવું. હું વિદેશીઓને કહીશ કે ભારતમાં તમે કલ્પના કરી શકો તે બધું છે. તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.પીએમ મોદીએ કહ્યું કે આ મુલાકાત ઘણી મહત્વની રહેશે. આ ક્રૂઝ 25 જુદી જુદી નદીઓ અથવા પ્રવાહોમાંથી પસાર થશે. જેઓ ભારતના સમૃદ્ધ ભોજનનો અનુભવ કરવા માગે છે તેમના માટે એક સારી તક છે. આ પ્રવાસમાં ભારતની વિરાસત અને આધુનિકતાનો અદ્ભુત સંગમ જોવા મળશે. આ ક્રુઝના ક્ષેત્રમાં યુવાનોને રોજગાર અને સ્વ-રોજગારની તકો મળશે. આ ક્રુઝ ટુર વિદેશી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે, જે દેશના પ્રવાસીઓ આવા અનુભવો માટે વિદેશ જતા હતા તેઓ હવે પૂર્વ ભારતની મુલાકાત લઈ શકશે.
દરિયામાં તો વિશાળકાય ક્રુઝ જોવા મળે છે પરંતુ ભારતમાં દુનિયાનું સૌથી મોટુ રિવર ક્રુઝ તૈયાર કરવામાં આવ્યું છે. આ રિવર ક્રુઝ વારાણસીથી મણીપુર રાજયના દિબુ્રગઢ સુધીની રોમાંચક સફર કરશે.આજ રોજ એમ વી ગંગા રિવર ક્રુઝ જળસફરની શરુઆત કરી છે. 27 નદીઓનો પ્રવાહ પાર કરીને 3200 કિમીનું અંતર કાપીને 1માર્ચના રોજ પોતાના ગંતવ્ય સ્થાને પહોંચશે. આ દરમિયાન ગંગા વિલાસ ક્રુઝ પટણા ,સાહિબગંજ, કોલકાતા,ઢાકા અને ગૌવાહાટી જેવા 50 જેટલા પર્યટક સ્થળોએથી પસાર થશે.
ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી બાજપાયીજીનું સ્વપન જાણે સાકાર થયું હોય તેમ,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને વિશ્વની સૌથી લાંબી ક્રુઝ યાત્રા ભેટ આપી છે. પીએમ મોદીએ આજે વર્ચુઅલ માધ્યમથી વારાણસીથી ડિબ્રુગઢ જનાર ગંગા વિલાસ ક્રૂઝનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ક્રૂઝમાં ફાઈવ સ્ટાર લક્ઝરી સુવિધાઓ છે. આ સિવાય આ ક્રૂઝની ઘણી એવી ખાસિયતો છે, જેને જાણીને તમે ચોંકી જશો. આ ક્રૂઝ એટલી હાઇટેક છે કે, તેમાં એસટીપી પ્લાન્ટ, વોટર ફિલ્ટરેશન સિસ્ટમ સહિત ઘણી ખાસ વસ્તુઓ છે જે તેને સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બનાવે છે.
ગંગા વિલાસ ક્રુઝની વિશેષતાઓ
આ ક્રૂઝમાં 40 હજાર લિટરની ફ્યુઅલ ટેન્ક છે, જેથી આ ક્રૂઝ 35 થી 40 દિવસ સુધી ફ્યુઅલ રિફિલિંગ વગર ચાલી શકે છે. આ સિવાય આ ક્રુઝમાં 60 હજાર લીટરનું તાજા પાણીનો સંગ્રહ પણ છે. આ ફાઈવ સ્ટાર હોટલમાં 18 સ્યુટ રૂમ છે, જેમાં 36 પ્રવાસીઓ રહી શકે છે. આ સિવાય આ ક્રૂઝમાં 40 ક્રૂ મેમ્બર માટે રહેવાની પણ વ્યવસ્થા છે. આ બધા સિવાય આ ક્રૂઝમાં સ્પા, સલૂન, જિમ જેવી સુવિધાઓ પણ છે.
લક્ઝરી હોટલ અને સ્પાની સુવિધાઓ
આ ક્રૂઝમાં લક્ઝુરિયસ રેસ્ટોરન્ટ, સ્પા અને સનડેક પણ હશે. મુખ્ય ડેક પરની તેની 40-સીટ રેસ્ટોરન્ટમાં અનેક દેશની અને ભારતીય વાનગીઓ સાથેના થોડા બુફે કાઉન્ટર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉપલા ડેકના આઉટડોર સેટિંગમાં વાસ્તવિક સાગની સ્ટીમર ખુરશીઓ અને કોફી ટેબલ સાથેનો બારનો પણ સમાવેશ થાય છે જે મુસાફરોને એક પ્રકારનો ક્રૂઝ અનુભવ આપવા માટે પૂરતો છે. ત્યાં 18 સુંદર સુશોભિત સ્યુટ ઓનબોર્ડ છે. આ એક વિશિષ્ટ શૈલીમાં બાંધવામાં આવ્યા છે.
સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમોની સુવિધા
કૂઝ પર મનોરંજન માટે અલગથી વિભાગ બનાવવામાં આવ્યો છે. જેમાં સંગીત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિભાગમાં આયોજન કરવામાં આવશે. મુસાફરી દરમિયાન યાત્રિકોના રહેવા, જમવા , સુવા, બેસવાથી લઈને તેઓના મનોરંજનની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સાથે જિમ રુમ તેમજ સ્પા માટે પણ અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે. આ ક્રુઝ 25 અલગ અલગ નદીની ધારા માંથી પસાર થશે, જે લોકો અલગ અલગ ભોજનના શોખીન છે તેને આ ક્રુઝ આહલાદક અનુભવ થશે,
ક્રૂઝનો પોતાનો એસટીપી પ્લાન્ટ
ભારતમાં બનેલી આ ક્રૂઝ સંપૂર્ણપણે આત્મનિર્ભર છે. આ ક્રૂઝનો પોતાનો એસટીપી પ્લાન્ટ છે જેથી કરીને કોઈ મળજળ ગંગામાં ન જાય. આ સાથે, ક્રૂઝનો પોતાનો ફિલ્ટરેશન પ્લાન્ટ છે, જે ગંગાના પાણીને શુદ્ધ કરે છે અને તેનો ઉપયોગ સ્નાન અને અન્ય હેતુઓ માટે કરે છે. આ ક્રૂઝ 25 જુદી જુદી નદીઓ અથવા પ્રવાહોમાંથી પસાર થશે. જેઓ ભારતના સમૃદ્ધ ભોજનનો અનુભવ કરવા માગે છે તેમના માટે એક સારી તક છે.
51 દિવસની યાત્રા પર 19 લાખ રૂપિયા ખર્ચવા પડશે
ગંગા વિલાસની ટિકિટના ભાવ અંગે શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે માહિતી આપી છે કે, વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ પર 1 દિવસનો ખર્ચ 24,692.25 રૂપિયા અથવા 300 હશે. ભારતીયો અને વિદેશીઓ માટે ટિકિટના ભાવમાં કોઈ તફાવત રહેશે નહીં. સમગ્ર 51-દિવસની સફર માટે તમારો ખર્ચ રૂ. 12.59 લાખ અથવા 1,53,000થી વધુ થશે.
ક્રૂઝ ભારતમાં બનાવવામાં આવી છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે ગંગા અને પર્યાવરણને કોઈ નુકસાન ન થાય. આ ક્રુઝમાં મુસાફરી કરવા માટે પ્રવાસીઓએ દરરોજનું 25 થી 50 હજાર રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે. આ સંદર્ભમાં, વારાણસીથી ડિબ્રુગઢની મુસાફરીમાં લગભગ 20 લાખ રૂપિયાનો ખર્ચ થશે.
ગંગા વિલાસ 3200 કિલોમીટરની મુસાફરી કરશે
13 જાન્યુઆરીએ જ્યારે પીએમ મોદી આ લક્ઝરી ક્રૂઝને ફ્લેગ ઓફ કર્યા બાદ આ ક્રૂઝ ભારત અને બાંગ્લાદેશના 5 રાજ્યોની 27 નદીઓમાંથી 3200 કિલોમીટરની મુસાફરી કરશે. જેમાં લગભગ 50 દિવસનો સમય લાગશે. 50 દિવસમાં આમાં સવાર પ્રવાસીઓ 50 પર્યટન સ્થળોની મુલાકાત લેશે. દેશમાં શરૂ થનારી યાત્રા યાદગાર અને ભારતનું ગૌરવ બનવા જઈ રહી છે.
જળમાર્ગોના નોંધપાત્ર વિસ્તરણ સાથે, ભારતનો ક્રુઝ પ્રવાસન ઉદ્યોગ એક ભવ્ય નવી સફર શરૂ કરવા માટે તૈયાર છે. વારાણસીની ગંગા નદીથી ડિબ્રુગઢની બ્રહ્મપુત્રા નદી સુધી વિશ્વની સૌથી લાંબી રીવર ક્રૂઝ 13 જાન્યુઆરીથી શરૂ થશે. વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ 3200 કિલોમીટરનું અંતર કાપીને બાંગ્લાદેશ થઈને ડિબ્રુગઢ જશે.