જસદણ પો.સ્ટે વિસ્તારના ગઢડિયા ગામે ગોડાઉનમાં બંધ બારણે ચાલતા જુગાર કલબમાં પોલીસે દરોડા પાડીને જુગારન રમતા 18 જુગારીઓને પકડી પાડયા હતા જસદણ પોલીસ રાજકોટ રેન્જ પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા ગોંડલ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસ.ઇન્સ ટી.બી.જાની સ્ટાફ સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન બાતમીના આધારે શકુનીને પકડી પાડયા હતા.
મળેલ ચોક્કસ બાતમીના આધારે જસદણ પો.સ્ટેના ગઢડિયા ગામે મહેન્દ્રભાઇ મનજીભાઇ ડેરવાળીયા પોતાની માલિકીના ગોડાઉનમાં જુગાર રમતા અઢાર ઈસમોને પકડી પાડી રોક્ડ રૂપિયા ૪૯,૫૦૦ ના કુલ મુદામાલ સાથે પકડી ધોરણસર કાર્યવાહી કરેલ છે
પકડાયેલ આરોપીના નામ નીચે મુજબ છે:
(૧) મહેન્દ્રભાઇ ધનજીભાઇ ડેરવાળીયા (ર) જીતેશભાઇ શામજીભાઇ પરમાર (૩) અમીતભાઇ શીલદાસભાઇ ગોડલીયા (૪) વિશાલભાઇ રમેશભાઇ ચાવડા (૫) કલ્પેશભાઇ વલ્લભભાઇ ડેરવાળીયા (૬) પ્રેમજીભાઇ જીવરાજભાઇ ચાવડા (૭) જેન્તીભાઇ જીવરાજભાઇ ચાવડા (૮) કિશનભાઇ વલ્લભભાઇ ડેરવાળીયા (૯) મગનભાઇ બેચરભાઇ ડેરવાળીયા (૧૦) અરવિંદભાઇ ભગવાનભાઇ પરમાર (૧૧) કિશનભાઇ ધનજીભાઇ ડેરવાળીયા (૧૨) વલ્લભભાઇ પ્રેમજીભાઇ ઝાપડીયા (૧૩) જેશાભાઇ કુરજીભાઇ ઝાપડીયા (૧૪ ગોરધનભાઇ સાબડીયા (૧૫) વનરાજભાઇ વલ્લભભાઇ સદાદીયા (૧૬) સંજયભાઇ વલ્લભભાઇ સદાદીયા (૧૭) શાંતીભાઇ ચનાભાઇ ધોરીયા (૧૮) ) જયદિપભાઇ પ્રવિણભાઇ સોલંકી
રૂા.49500ના મુદામાલ સાથે ૧૮ લોકોને પકડી પાડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.