11 જાન્યુઆરીના રોજ કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત મુજબ ક્રૂડ સોયાબીન ઓઇલની આયાત ટેરિફ રેટ ક્વોટા અંતર્ગત આ વર્ષે પહેલી એપ્રીલથી પ્રતિબંધિત કરશે. TRO હેઠળ ક્રૂડ ; સોયાબીન તેલની આયાત કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 કરવામાં આવી છે. વધુમાં, 2023-24 માટે ક્રૂડ સોયાબીન તેલની આયાત માટે TRQsની કોઈ ફાળવણી કરવામાં આવશે નહીં” વિદેશી વેપાર મહાનિર્દેશક (DGFT) જાહેર સૂચનામાં જણાવ્યું હતું.
TRQ એ આયાતના જથ્થા માટેનો ક્વોટા છે જે ભારતમાં નિશ્ચિત અથવા શૂન્ય ડ્યુટી પર પ્રવેશી શકે છે. ક્વોટા પૂરો થયા પછી વધારાની આયાત પર સામાન્ય ડ્યુટી દર લાગુ થાય છે. એ મુજબ હવે ક્રૂડ સોયાબીન તેલ પર ફક્ત સામાન્ય ટેરિફ લાગુ પડશે. જયારે વધારાનો શુલ્ક આયાત માટે લાગુ કરવામાં આવશે નહિ.
સરકારે અગાઉ સ્થાનિક ભાવોને હળવા કરવા માટે ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલની વાર્ષિક 20 લાખ મેટ્રિક ટન આયાત પર કસ્ટમ ડ્યુટી અને કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસમાંથી મુક્તિ આપી છે.TRQ એ આયાતના જથ્થા માટેનો ક્વોટા છે જે નિર્દિષ્ટ અથવા શૂન્ય ડ્યુટી પર ભારતમાં પ્રવેશ કરશે, પરંતુ ક્વોટા પૂરા થયા પછી, સામાન્ય ટેરિફ વધારાની આયાત પર લાગુ થાય છે.
ક્રૂડ સોયાબીન ઓઈલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ માટે અગાઉ બે નાણાકીય વર્ષ – 2022-23 અને 2023-24 – દર વર્ષે 20 લાખ મેટ્રિક ટનની ડ્યુટી ફ્રી આયાત લાગુ પડતી હતી. હવે તે માત્ર ક્રૂડ સૂર્યમુખી બીજ તેલ માટે જ લાગુ પડે છે.